ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 ફેબ્રુઆરી 2021
કોરોના ના કેસ હવે સતત વધી રહ્યા છે એટલે દિલ્હીની સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સરકારે લીધેલા નિર્ણય મુજબ મહારાષ્ટ્ર, કેરળ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને પંજાબથી દિલ્હી માં આવનાર દરેક વ્યક્તિને પોતાનો કોરોના રીપોર્ટ કઢાવો પડશે.
જો આ રિપોર્ટ નેગેટિવ હશે તો જ તેમને દેશની પોલિટિકલ રાજધાનીમાં પ્રવેશ મળશે. ઉલ્લેખનીય છે કે આખા ભારતમાં કુલ કોરોના ના જેટલા કેસ નોંધાઈ રહ્યા છે તેમાંથી ૮૭ ટકા કેસ માત્ર પાંચ રાજ્યોના છે. આથી સરકારે કોરોના ને વધુ ફેલાતો રોકવા માટે આ કડક પગલાં લીધા છે.
