કોરોનાની બીજી લહેર બાદ હવે લોકોના મનમાં ત્રીજી લહેર અંગે સવાલો થઇ રહ્યાં છે. આવામાં એક રિપોર્ટમાં ત્રીજી લહેર અંગે દાવો કરાયો છે.
હૈદરાબાદ અને કાનપુર IIT માં મથુકુમલ્લી વિદ્યાસાગર અને મનિન્દ્ર અગ્રવાલના નેતૃત્વમાં શોધકર્તાઓનો હવાલો આપતા બ્લૂમબર્ગે જણાવ્યું કે, ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આ મહિને એટલે કે ઓગસ્ટમાં જ આવી શકે છે. જ્યારે ઓક્ટોબર મહિનામાં ત્રીજી લહેર પીક પર હશે.
તેમનું કહેવું છે કે, ત્રીજી લહેરમાં કોરોનાના કેસ કેટલા વધશે તે મહારાષ્ટ્ર અને કેરળ અથવા વધુ કેસ ધરાવતાં રાજ્યોની સ્થિતિ પર નિર્ભર છે.
સંશોધનકર્તાનું કહેવું છે કે, કોરોનાને ઘાતક હોવાથી રોકવા માટે રસીકરણની ગતિ વધારવી પડશે.
ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરને લઇને તેમની આશંકા સચોટ રહી હતી.
