ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઑક્ટોબર, 2021
શનિવાર
કોરોના વાયરસ સામેના યુદ્ધમાં ભારતને વધુ એક સફળતા મળી છે.
કોરોનાના કેસો ઘટી રહ્યા છે જ્યારે બીજી તરફ, ભારત રસીકરણના મામલે સતત એક નવો રેકોર્ડ સ્થાપી રહ્યું છે.
ભારતમાં રસીકરણનો આંકડો 90 કરોડને પાર કરી ગયો છે.
કોવિન ડેશબોર્ડ મુજબ, દેશભરમાં અત્યાર સુધીમાં 90,10,04,270 લોકોને કોરોના રસી આપવામાં આવી છે. આમાંથી 65,69,56,299 પ્રથમ ડોઝ છે, જ્યારે 24,40,47,971 બીજા ડોઝ છે.
હાલ ભારતમાં કોવિશિલ્ડ, કોવાસીન અને સ્પુટનિક- V ની રસીઓ આપવામાં આવી રહી છે અને તે પણ માત્ર 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન દેશમાં 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું અને આ અભિયાન હજુ પણ ઝડપી ચાલી રહ્યું છે.
તો આ રીતે શરૂ થયું હતું એર ઇન્ડિયા, પહેલું વિમાન કરાચીથી મુંબઇ આવ્યું હતું; વાંચો રસપ્રદ કહાની