ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,17 જાન્યુઆરી 2022
સોમવાર.
કોરોનાની બેકાબૂ ગતિ વચ્ચે દેશમાં રસીકરણ અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે.
આ જ ક્રમમાં હવે દેશમાં 12થી 14 વર્ષના બાળકોનું વેક્સિનેશન માર્ચ મહિનાથી 12થી 14 વર્ષના શરુ થઈ જશે.
રસીકરણ અંગે નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપના ચીફ એન.કે.અરોરાએ જણાવ્યું છે કે દેશમાં માર્ચ મહિનાથી 12થી 14 વર્ષના બાળકોનું વેક્સિનેશન શરુ થઈ જશે.
હાલમાં 15થી 18 વર્ષના બાળકોનું વેક્સિનેશન ચાલી રહ્યું છે ત્યારે હવે 12થી 14 વર્ષના બાળકોનું વેક્સિનેશન શરુ કરવાની દિશામાં અભિયાન શરુ કરાયું છે જે ખરેખર પ્રશંસનીય છે.
ઉલ્લેખનીય છે કે 15થી 18 વર્ષની વયના 3.31 કરોડ બાળકોએ અત્યાર સુધીમાં રસીનો પ્રથમ ડોઝ લીધો છે.

Leave a Reply