ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 ઓગસ્ટ 2020
તાજેતરમાં કોવિડ19 ની રસી શોધાયા ની જાહેરાત રશિયાએ કરી ત્યારથી લોકોની ઉત્સુકતા વધી ગઈ છે. ભારતમાં કોરોના ની રસી ક્યારે ઉપલબ્ધ થશે.. આના જવાબમાં ભારતીય અબજોપતિ અને દુનિયાના સૌથી મોટી વેક્સિન ઉત્પાદક કંપની, સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાના' સીઈઓ, આદર પુનાવાલા કહેવું છે કે "ડિસેમ્બર 2020 સુધીમાં રસી આવવાની સંભાવના ઓછી છે. અને જો આવી પણ જાય તો, દરેક ભારતીયો સુધી ઑકસફોર્ડની કોવિડની રસી પહોંચતા બે થી અઢી વર્ષ લાગશે. આથી જ સરકાર, વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતોએ લોકો સાથે નિખાલસપણે વાત કરવી જોઈએ. જેથી કોરોના ને લઈને જનતા નો ભય ઓછો થાય.
આદર પુનાવાલા સ્પષ્ટપણે કહે છે કે "કોરોનાને ડામવા માટે કોઈ વેક્સિન કે ચમત્કારી દવા આવે તેની આશા એ બેસી ન રહેતા. કેમકે, રસીથી પણ દર્દી સો ટકા સારો થશે જ એવી કોઈ ગેરન્ટી નથી. હા, રસીથી બીમાર પડવાની સંભાવના ઘટી જશે. વેકસીન ને કારણે 80 ટકા બીમારી ન થવાની શક્યતા પણ છે. પરંતુ 20 % તો ચેપ લાગવાનું જોખમ રહેશે જ.
દાયકાઓથી આ બિઝનેસ સાથે સંકળાયેલા આદર પુનાવાલા નું કહેવું છે કે રસી ની રાહ જોયા વગર દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું, સમાંતર અંતર જાળવવું ફરજીયાત કરી દેવું જોઈએ કેમકે અનલોક કર્યા પછી પાછું સરકારે લોકડાઉન કરવાની જરૂર નથી" એમ પણ આદર પુનાવાલા એ કહ્યું હતું….
નોંધનીય છે કે આદર પુનાવાલા ઓક્સફર્ડ રસી ટ્રાયલમાં મહત્વના ભાગીદાર છે અને કોરોનાની વેક્સિન માટે 300 મિલિયન ડોલરનું જોખમ ઉઠાવ્યું છે. રસીને અંતિમ માન્યતા મળે એ અગાઉ 200 મિલિયન ડોઝ બનાવવાની તૈયારી પણ તેઓએ કરી લીધી છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
