દુષ્કર્મના વધતા જતા કેસ પર ગૃહમંત્રાલય એક્શન મોડમાં: રેપકેસ મામલે તપાસની એડવાઈઝરી જાહેર કરી

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો 

મુંબઈ

10 ઓક્ટોબર 2020

હાથરસ કેસ અને અન્ય સ્થળોએ મહિલાઓ પરના ગુનાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કડક પગલા લીધા છે. ફરી એકવાર, આ દેશમાં ચર્ચા છે કે મહિલાઓ સામે વધતા જતા ગુનાઓને કેવી રીતે રોકી શકાય. દરમિયાન  દેશમાં મહિલાઓના વધી રહેલા ગુનાને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો માટે એડવાઇઝરી જારી કરી છે.  ગૃહ મંત્રાલયે આઈપીસી અને સીઆરપીસીની જોગવાઈઓની ગણતરી કરતાં કહ્યું કે રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશ તેનું પાલન સુનિશ્ચિત કરે. 

ગૃહ મંત્રાલયે ચેતવણી આપતા કહ્યું છે કે બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ખાસ તો મહિલાઓને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે એવી ફરિયાદ હવે સાંખી લેવામાં નહીં આવે એની ખાસ નોંધ લેવી. ફરિયાદ નોંધવામાં પોલીસ આનાકાની કરશે અથવા બેદરકારી દાખવશે તો તેની સામે પગલા લેવાશે.

 

શું છે ગૃહમંત્રાલયની એડવાઇઝરી?

  • દુષ્કર્મના કેસમાં એફઆઈઆર નોંધવી ફરજિયાત છે.

  • આઇપીસીની કલમ 166 A (c) હેઠળ, એફઆઈઆર દાખલ ન કરવા બદલ અધિકારીને સજાની જોગવાઈ છે.

  • સીઆરપીસીની કલમ 173માં બળાત્કાર સાથે જોડાયેલ કેસની તપાસ બે મહિનામાં કરવાની જોગવાઇ છે. ગૃહ મંત્રાલયે તેના માટે એક ઑનલાઇન પોર્ટલ બનાવ્યું છે, જ્યાંથી કેસનું મોનિટરિંગ થઇ શકે છે.

  •  ઇન્ડિયન એવિડન્સ એક્ટની કલમ 32 (1) મુજબ મૃતક વ્યક્તિનું નિવેદન તપાસમાં એક મહત્વપૂર્ણ તથ્ય હશે.

  • ફોરેન્સિક સાયન્સ સર્વિસીસ ડાયરેક્ટોરેટ એ યૌન શોષણના કેસમાં ફોરેન્સિક પુરાવા એકત્રિત કરવા, સંગ્રહિત કરવા માટે ગાઇડલાઇન્સ બનાવી છે. તેનું પાલન થાય.

  • જો પોલીસ આ જોગવાઈઓનું પાલન નહીં કરે તો ન્યાય થશે નહીં. જો બેદરકારી સામે આવે છે તો આવા અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઇએ.

  • ફોરેન્સિંક પૂરાવા એકઠા કરવા અને સ્ટોર કરવાને લઇ ગાઇડલાઇનનું પાલન કરો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More