News Continuous Bureau | Mumbai
દેશમાં ભલે કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ તેનો ખતરો હજુ પણ યથાવત છે.
રવિવારે પીએમ નરેન્દ્ર મોદીએ પણ લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે.
તેમણે લોકોને ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘કોરોના ક્યાંય ગયો નથી. રૂપ બદલી રહ્યો છે.
કોઈ જાણતું નથી કે આ બહુરૂપિયો ફરી ક્યારે આવશે, એથી લોકોએ નિશ્ચિત થઈ જવું નહીં.
લોકોના સહકારને કારણે જ સરકાર 185 કરોડ વેક્સિનના ડોઝ આપીને કોરોનાના ફેલાવાને અટકાવી શકી છે.
આ સમાચાર પણ વાંચો : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ મોદી અને જો બાઇડેન વચ્ચે આજે વર્ચ્યુઅલ બેઠક, આ મુદ્દે થશે ચર્ચા; જાણો વિગતે
