ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ છે. આ અવસરે પીએમ મોદીને અલગ-અલગ જગ્યાએથી મળતા ઉપહારોની હરાજી શરૂ કરવામાં આવી છે. આ ઉપહારોમાં તાજેતરમાં ખતમ થયેલા ઑલિમ્પિક અને પેરાલિમ્પિક રમતોમાં મેડલ જીતનારા ખેલાડીઓની કિટ અને ઉપકરણો પણ સામેલ છે.
પ્રાપ્ત જાણકારી મુજબ ખેલાડીઓનાં સાધનો લેવામાં આવી રહ્યા છે. ટોક્યો ઑલિમ્પિકમાં પ્રથમ વખત ક્વૉલિફાય થયેલી ભવાનીદેવીની ફેન્સિંગ, પેરા ઑલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા કૃષ્ણનગર અને સિલ્વર મેડલ વિજેતા સુહાસનું રૅકેટ 10-10 કરોડ સુધી પહોંચી ગયું છે. આ સાથે જ ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાની બોલી 1 કરોડ 20 લાખ સુધી પહોંચી ગઈ છે. બૉક્સર લવલીનાના બૉક્સિંગ ગ્લોબ્સ પણ 1 કરોડ 80 લાખને પાર કરી ગયા છે. સુમિત એન્ટિલના ભાલાની બોલી એક કરોડ અને ખેલાડીઓની ઓટોગ્રાફ ફ્રેમ પણ એક કરોડ સુધી પહોંચી ગઈ છે.
ભારતે વેક્સિનેશનના તોડ્યા તમામ રેકોર્ડ, સાંજના પાંચ વાગ્યા સુધીમાં અપાયા 2 કરોડથી વધારે રસીના ડોઝ
ટોક્યો ઑલિમ્પિકમાં મહિલા હૉકીએ સેમીફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો. મહિલા હૉકી ટીમની કપ્તાન રાની રામપાલની હૉકી સ્ટિકની બેસ પ્રાઇસ 80 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ હૉકી સ્ટિક પર હૉકી ટીમના તમામ ખેલાડીઓના હસ્તાક્ષર પણ છે. હૉકી સ્ટિકની બોલી અત્યાર સુધીમાં 1 કરોડ રૂપિયા સુધી પહોંચી છે.
ઑનલાઇન થનારી આ હરાજી https://pmmementos.gov.in/ ની વેબસાઇટ મારફત કરવામાં આવી રહી છે. આજથી એટલે કે 17 સપ્ટેમ્બરથી શરૂ થયેલી ઈ-હરાજી 7 ઑક્ટોબર સુધી ચાલુ રહેશે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ભેટ, સ્મૃતિચિહ્ન, જૅકેટ અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે હરાજીમાં 2700થી વધુ વસ્તુઓ સામેલ છે. હરાજીમાંથી મળેલી રકમનો ઉપયોગ નમામી ગંગે મિશન માટે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 2019માં પણ 2770 વસ્તુઓ સમાન હરાજીમાં સામેલ કરવામાં આવી હતી
રોગપ્રતિકારક શક્તિ વધારવાનો ચમત્કારિક ઉપાય ‛કોળું’; જાણો વિગત