ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઓક્ટોબર, 2021
ગુરુવાર
ઘરમાં ગેસ સિલિન્ડરનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવા છતાં ઘણી વખત દુર્ઘટના ઘટે છે. એનાથી આર્થિક નુકશાનની સાથે કોઈના પ્રાણ પણ જવાની શકયતા રહે છે . એવા સમયે પીડિત ગ્રાહકોને વળતર આપવામાં આવે છે. ગ્રાહકોને આ વળતર માટે કેવી રીતે દાવો કરવો તેની જાણકારી હોતી નથી. વાસ્તવમાં એલપીજી ગેસ સિલિન્ડર ખરીદતી વખતે જ વીમો મળે છે. 50 લાખ રૂપિયા સુધીનો આ વીમો સિલિન્ડરની એક્સપાયરી ડેટ સાથે જોડાયેલો હોય છે. ઘણીવાર લોકો સિલિન્ડરની એક્સપાયરી ડેટ તપાસ્યા વગર જ તેને ખરીદે છે. ઉપરાંત ગેસ કનેક્શન લેતાની સાથે જ ગ્રાહકોને 40 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો મળે છે. ગેસ સિલિન્ડર દુર્ઘટનાના કેસમાં પીડિત વ્યક્તિ વીમાનો દાવો કરી શકે છે. તેમજ સામૂહિક અકસ્માત થવા પર 50 લાખ રૂપિયા સુધીની રકમ આપવાની જોગવાઈ છે.
પીડિત ગ્રાહક આ રીતે દાવો કરી શકે
1. અકસ્માતમાં ઘાયલ દરેક વ્યક્તિને લઘુત્તમ 10 લાખ અને મહત્તમ 50 લાખ રૂપિયાનું વળતર મળી શકે છે.
2. એલપીજી સિલિન્ડરનું વીમા કવર મેળવવા માટે ગ્રાહકે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અને તેના એલપીજી વિતરકને અકસ્માતની જાણ કરવી પડે.
3. ઇન્ડિયન ઓઇલ, HPC અને BPC જેવી પીએસયુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓના વિતરકોએ વ્યક્તિઓ અને મિલકતો માટે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કવર સહિત તેના માટે વીમા પોલિસી લેવી પડે છે.
4. આ પોલીસી કોઈ વ્યક્તિગત ગ્રાહકના નામે નથી, પરંતુ દરેક ગ્રાહકને પોલીસીમાં આવરી લેવામાં આવે છે. તેના માટે તેણે કોઈ પ્રીમિયમ પણ ચૂકવવું પડતું નથી.
5. મૃત્યુના કેસમાં એફઆઇઆર અને ઈજાગ્રસ્તોના મેડિકલ બિલ, પોસ્ટમોર્ટમ રિપોર્ટની નકલ અને મૃત્યુનું પ્રમાણપત્ર દાખવવું પડે છે.
અકસ્માતમાં ગ્રાહકની મિલકત કે ઘરને નુકસાન થવાના કેસમાં બે લાખ રૂપિયા સુધીનો વીમો મળી શકે છે.