GEEF Global WaterTech Award: સીડબ્લ્યુસીએ ગ્લોબલ વોટર ટેક સમિટ – 2024 માં ‘વોટર ડિપાર્ટમેન્ટ ઓફ ધ યર’ કેટેગરી હેઠળ જીઇઇએફ ગ્લોબલ વોટરટેક એવોર્ડ જીત્યો

GEEF Global WaterTech Award: નવી દિલ્હીમાં ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયર્નમેન્ટ ફાઉન્ડેશન (જીઇઇએફ) દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ગ્લોબલ વોટર ટેક સમિટ -2024 માં સેન્ટ્રલ વોટર કમિશન (સીડબ્લ્યુસી) ને 'વોટર ડિપાર્ટમેન્ટ ઓફ ધ યર' કેટેગરી હેઠળ જીઇઇઇએફ ગ્લોબલ વોટરટેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

News Continuous Bureau | Mumbai

GEEF Global WaterTech Award: નવી દિલ્હીમાં ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયર્નમેન્ટ ફાઉન્ડેશન ( GEEF  ) દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ગ્લોબલ વોટર ટેક સમિટ -2024 માં સેન્ટ્રલ વોટર કમિશન ( Central Water Commission ) ને ‘વોટર ડિપાર્ટમેન્ટ ઓફ ધ યર’ કેટેગરી હેઠળ જીઇઇઇએફ ગ્લોબલ વોટરટેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Community

વૈશ્વિક પુરસ્કારોમાં પાણી, ગંદા પાણી અને ડિસેલિનેશનનાં ક્ષેત્રોમાં નવીનતા, પ્રૌદ્યોગિકી, સંરક્ષણ અને સ્થાયી વિકાસ પર હાથ ધરવામાં આવેલી પહેલોનું સન્માન કરવા અને પુરસ્કાર ( Water Department of the Year ) આપવા માટે કેટલીક કેટેગરીમાં જળ ક્ષેત્રમાં થયેલી સૌથી મહત્ત્વપૂર્ણ સિદ્ધિઓને બિરદાવવામાં આવી છે.

ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયર્મેન્ટ ફાઉન્ડેશને કેન્દ્રીય જળ પંચ (સીડબ્લ્યુસી)ની જળ-હવામાન વિષયક માહિતી એકત્રકરવા, પૂરની આગાહી, જળાશયોના સંગ્રહની દેખરેખ, પાણીની ગુણવત્તાની દેખરેખ, દરિયાકિનારાના વિસ્તારનું વ્યવસ્થાપન, જળ સંસાધન પ્રોજેક્ટ્સના મૂલ્યાંકન અને નિરીક્ષણ અને આંતર-રાજ્ય જળ મુદ્દાઓના નિરાકરણમાં મુખ્ય ભૂમિકાને સ્વીકારી હતી.

CWC won the GEEF Global WaterTech Award under the 'Water Department of the Year' category at the Global Water Tech Summit - 2024

CWC won the GEEF Global WaterTech Award under the ‘Water Department of the Year’ category at the Global Water Tech Summit – 2024

આ ઉપરાંત ફાઉન્ડેશને સીડબ્લ્યુસી દ્વારા હાથ ધરવામાં આવેલી કેટલીક નવી પહેલોને માન્યતા આપી હતી, જેમ કે જળ સંસાધન ( Water resources ) સાથે સંબંધિત વિવિધ ક્ષેત્રોમાં સીડબ્લ્યુસી દ્વારા કરવામાં આવી રહેલા કાર્યો અને રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા હાથ ધરવામાં આવેલા કામોમાં સુમેળ વધારવા માટે તમામ રાજ્યો /કેન્દ્રશાસિત પ્રદેશોના જળ સંસાધન / સિંચાઈ / જલ શક્તિ વિભાગો સાથે વાતચીત. આનાથી રાજ્યો /કેન્દ્રશાસિત પ્રદેશોની જરૂરિયાતોને વધુ સારી રીતે પૂર્ણ કરવામાં આવશે, જે રાજ્યના અધિકારીઓની ક્ષમતા નિર્માણ, વિસ્તૃત હાઇડ્રોલોજિકલ આગાહી (ઇએચપી) ના ક્ષેત્રમાં ક્ષમતાઓ વિકસિત કરશે, પૂર સંબંધિત માહિતીના વ્યાપકપણે લોકો સુધી પહોંચાડવા વગેરે માટે મોબાઇલ એપ્લિકેશન ‘ફ્લડવોચ ઇન્ડિયા’ નો ઇન-હાઉસ વિકાસ કરશે.

CWC won the GEEF Global WaterTech Award under the ‘Water Department of the Year’ category at the Global Water Tech Summit – 2024

આ સમાચાર પણ વાંચો  :  Mumbai Local Train: સવાર સવારમાં આ સ્ટેશન પર સર્જાઈ ટેક્નિકલ ખામી; મુંબઈ લોકલ ટ્રેન પડી ધીમી.. મુસાફરોના હાલ બેહાલ

આ સમિટમાં એવોર્ડ મેળવતી વખતે, સીડબ્લ્યુસીનાં ચેરમેન શ્રી કુશવિન્દર વોહરાએ ભારતમાં જળ સંસાધનનાં પરિદ્રશ્યની ઊંડાણપૂર્વકની ઝાંખી પ્રસ્તુત કરી હતી, જેમાં તેમણે જળ વ્યવસ્થાપનમાં નવીનતા અને સ્થાયીત્વને વેગ આપવા માટે ઉદ્યોગ પાસેથી નોંધપાત્ર અપેક્ષાઓ પર પ્રકાશ પાડ્યો હતો. આ માન્યતા સીડબ્લ્યુસીની ઉત્કૃષ્ટતા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને જળ તકનીક અને સંસાધન વ્યવસ્થાપનને આગળ વધારવાના સતત પ્રયત્નોને રેખાંકિત કરે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ajit Pawar Plane Crash: અજીત પવારનું મોત કે રાજકીય ષડયંત્ર? વકીલ નીતિન સાતપુતેએ અકસ્માત સામે ઉઠાવ્યા સવાલો, CBI તપાસની માંગ
Budget Session 2026: રાષ્ટ્રપતિ મુર્મુએ સંસદમાં ગણાવ્યા 11 વર્ષના આર્થિક લેખાજોખા,મજબૂત બેંકિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આપ્યો ભાર
Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
Ajit Pawar Plane Crash: લેન્ડિંગ વખતે એવું તો શું થયું કે અજિત પવારનું પ્લેન આગના ગોળામાં ફેરવાયું? જાણો એક્સપર્ટ્સ અને વિમાન કંપનીએ શું કર્યો દાવો.
Exit mobile version