News Continuous Bureau | Mumbai
ભારત(India)માં આજે એક મોટો સાયબર હુમલો (Cyber Attack)થયો છે. આજે ભારતની 500 થી વધુ વેબસાઇટ હેક (Website hacked) કરવામાં આવી છે. તેમાં મહારાષ્ટ્ર(Maharashtra)ની થાણે પોલીસ(Thane Polcie)ની સાઇટ સહિત 70 વેબસાઇટનો સમાવેશ થાય છે. આમાંથી ત્રણ સરકારી છે. આ કેસમાં મલેશિયા(Malesia) અને ઈન્ડોનેશિયા(Indonesia)ના હેકર્સ પર શંકા વ્યક્ત કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્ક્રીન પર ભારત સરકાર(Indian Govt) માટે એક મેસેજ દેખાવા લાગ્યો, જેના પર લખ્યું હતું કે દુનિયાભરના મુસ્લિમો(muslim)ની માફી માગો. મહારાષ્ટ્ર સાયબર સેલ(Maharashtra cyber cell)ના એડીજી મધુકર પાંડે(ADG Madhukar Pandey)એ જણાવ્યું કે આ જ રીતે 500થી વધુ વેબસાઈટ હેક(website Hacked) કરવામાં આવી છે. મેસેજમાં આગળ લખવામાં આવ્યું છે કે 'જ્યારે અમારા પ્રેરકનું અપમાન થાય છે ત્યારે અમે સ્થિર રહેતા નથી.' હેક થયેલી વેબસાઈટ પર લખ્યું હતું કે, 'નમસ્તે ભારત સરકાર, બધાને શુભેચ્છાઓ. વારંવાર, તમને ઇસ્લામિક ધર્મ સાથે સમસ્યા છે અને તમે મુશ્કેલી ઊભી કરી રહ્યા છો. જલદી કરો અને વિશ્વભરના મુસ્લિમોની માફી માગો!! અમે અમારા પયગંબર(Prophet Remark Row)નું અપમાન સહન નહીં કરીએ.'
આ સમાચાર પણ વાંચો : ફિલ્મ એનિમલ ના સેટ પરના કો-સ્ટાર રણબીર કપૂરની આ આદતથી પરેશાન થઇ રશ્મિકા મંદન્ના-અભિનેતા વિશે કહી આવી વાત
મહારાષ્ટ્ર સાયબર સેલના ADG મધુકર પાંડે(ADG Madhukar Pandey)એ કહ્યું છે કે હેકર્સ દ્વારા હેક કરવામાં આવેલી કેટલીક વેબસાઈટ્સ રિસ્ટોર(Website restores) કરવામાં આવી છે. ઘણાના રિસ્ટોરેશન(restoration work)નું કામ હજુ ચાલુ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે 70થી વધુ વેબસાઈટ પર હુમલો(Cyber Attack) કરવામાં આવ્યો છે, જેમાંથી 3 સરકારી વેબસાઈટ છે અને ખાનગી યુનિવર્સિટીની વેબસાઈટ છે. ADG પાંડેએ વધુમાં કહ્યું કે, ભારતમાં ચાલી રહેલા સાંપ્રદાયિક તણાવની વચ્ચે ઘણા સાયબર હેકર્સે સંયુક્ત(cyber hackers) રીતે આ હુમલો કર્યો છે. દેશમાં વેબસાઈટ હેક કરવાના મામલામાં મલેશિયા(Malesia) અને ઈન્ડોનેશિયા(Indonasia)ના હેકરોના નામ સામે આવી રહ્યા છે. આ ગેંગ ભારતમાં સક્રિય છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી અમને માહિતી મળી નથી.
થાણે પોલીસ(Thane Polcie)ના ડીસીપી સાયબર સેલ સુનીલ લોખંડે(DCP Cyber Cell Sunil Lokhande)એ જણાવ્યું કે આજે સવારે લગભગ 4 વાગ્યે પોલીસની વેબસાઈટ હેક(Website hack) કરવામાં આવી હતી. જો કે, તકનીકી નિષ્ણાતોએ ડેટા અને વેબસાઇટને સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરી દીધી છે. હાલ આ મામલામાં દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. તે જ સમયે, મહારાષ્ટ્રના ગૃહ વિભાગે રાજ્યના સાયબર સેલ(Maharashtra cyber cell)ને આદેશ આપ્યો છે કે તેઓ સરકારી વેબસાઇટ્સ અને અન્ય હેકિંગના મામલાની તપાસ કરે.