News Continuous Bureau | Mumbai
Cyber crime: દેશમાં સાયબર ઠગ હવે બેન્કિંગ સેવાઓનો ( Banking Services ) ઉપયોગ કરી શકશે નહીં. કેન્દ્ર સરકાર આ માટે એક કેન્દ્રીય રજિસ્ટ્રી તૈયાર કરી રહી છે, જેમાં આવા છેતરપિંડી કરનારાઓની બ્લેક લિસ્ટ હશે. આ સાથે દેશની નાણાકીય સંસ્થાઓ આવા સાયબર ફ્રોડ ( Cyber fraud ) પર પ્રતિબંધ લગાવી શકશે. નાણા અને ગૃહ મંત્રાલય આ દિશામાં હાલ કામ કરી રહ્યા છે. આ સિસ્ટમ ટૂંક સમયમાં લાગુ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રજિસ્ટ્રી આવા ખાતાઓ અને નાણાકીય છેતરપિંડી સાથે સંકળાયેલા લોકોને શોધવામાં પણ મદદ કરશે.
હાલમાં, જો કોઈ સાયબર ઠગ કોઈ શખ્સ સાથે છેતરપિંડી ( Financial fraud ) કરે છે અને તેના બેંક ખાતામાંથી UPI દ્વારા પૈસા મેળવી લે છે, તો સાયબર ઠગ આ નાણાંને સરળતાથી અન્ય ઘણા બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી દે છે. આમાં નાણાકીય સંસ્થાઓ પાસે કોઈ કેન્દ્રિય ડેટા ઉપલબ્ધ ન હોવાથી, છેતરપિંડી કરનારાઓ તેમના નાણાંનું મોટા પાયે ટ્રાન્સફર કરી રહ્યા છે. જો કોઈ બેંક અથવા નાણાકીય સંસ્થા તેમની ઓળખ કરે અને તેમની સામે પગલાં લે તો પણ આ ગુનેગારો તેમના પૈસા સરળતાથી અન્ય બેંકો અથવા નાણાકીય સંસ્થાઓમાં ટ્રાન્સફર કરી દે છે. આ વલણને રોકવા માટે સરકાર હવે નવી પહેલ કરી રહી છે.
Cyber Crime: આ કેન્દ્રીય રજિસ્ટ્રીમાં, તમામ કાયદા અમલીકરણ એજન્સીઓ ગૃહ મંત્રાલય અને બેંકો સહિત અન્ય નાણાકીય સંસ્થાઓ સાથે ડેટા શેર કરશે…
નવી સિસ્ટમમાં, જો કોઈ છેતરપિંડી કરનાર એક બેંકમાંથી બીજી બેંકમાં નાણાં ટ્રાન્સફર કરે છે, તો બેંકો માટે આ ટ્રાન્ઝેક્શન અને તે વ્યક્તિની ઓળખ કરવામાં સરળતા રહેશે. આ છેતરપિંડી કરનારાઓને પહેલેથી જ બ્લેકલિસ્ટ કરવામાં આવશે, તેથી આ ટ્રાન્સફર તરત જ બંધ કરવામાં આવશે. ઉપરાંત, છેતરપિંડી કરનારને ભવિષ્યમાં દેશમાં ક્યાંય પણ બેંકિંગ અને નાણાકીય સેવાઓનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Reliance Jio 999 Plan: રિલાયન્સ જિયોનો મોટો ધડાકો! રૂ. 999 નો પ્લાન ફરીથી લોંચ કર્યો, હવે પહેલા કરતા વધુ વેડિલીટી સાથે મળશે બીજા ધણા લાભો… જાણો વિગતે
આ કેન્દ્રીય રજિસ્ટ્રીમાં, તમામ કાયદા અમલીકરણ એજન્સીઓ ગૃહ મંત્રાલય ( Home Ministry ) અને બેંકો સહિત અન્ય નાણાકીય સંસ્થાઓ સાથે ડેટા શેર કરશે. વાસ્તવમાં, ગૃહ મંત્રાલય સાયબર સંબંધિત ગુનાઓને રોકવા માટે કામ કરે છે. તેનું ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) આ સાયબર ફરિયાદો પર નજર રાખે છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર આ બજેટમાં સાયબર ક્રાઈમને પહોંચી વળવા માટે ફંડની ફાળવણી વધારી પણ શકે છે.
આ રજિસ્ટ્રીમાં સાયબર ક્રિમિનલ ( Cyber Criminal ) અથવા છેતરપિંડી કરનારનું નામ, PAN અને આધાર નંબર, બેંક એકાઉન્ટ નંબર અને અન્ય વિગતો પણ નોંધવામાં આવશે. સંબંધિત ખાતા સાથે જોડાયેલા આધાર નંબર અને પાન કાર્ડ (જેમાં છેતરપિંડીની રકમ પ્રાપ્ત થઈ છે અથવા મોકલવામાં આવી છે) તેને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવશે. આ તમામ માહિતી બાદ ગુનેગારો બીજું ખાતું ખોલાવી શકશે નહીં. જેના કારણે છેતરપિંડી કરનારાઓ સામે સાયબર ક્રાઈમના કેસમાં ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે.