Cyclone Dana Indian Navy: ચક્રવાત દાના – ઇમરજન્સી ઓપરેશન્સ માટે ભારતીય નૌકાદળ તૈયાર, હાથ ધરી આ કામગીરી.

Cyclone Dana Indian Navy: ચક્રવાત દાના - ઇમરજન્સી ઓપરેશન્સ માટે ભારતીય નૌકાદળની તૈયારીની પ્રવૃત્તિઓ

  News Continuous Bureau | Mumbai

Cyclone Dana Indian Navy:  ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ચક્રવાત દાનાની ગંભીર અસરની આશંકામાં, ભારતીય નૌકાદળ માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત ( HADR ) કામગીરી હાથ ધરવાની તૈયારી કરી રહ્યું છે. 

Join Our WhatsApp Community
Cyclone Dana - Indian Navy's preparedness activities for emergency operations

Cyclone Dana – Indian Navy’s preparedness activities for emergency operations

 

ઈસ્ટર્ન નેવલ કમાન્ડે આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં નેવલ ઓફિસર્સ-ઈન-ચાર્જ ( NOIC ) સાથે સંકલનમાં એક વ્યાપક આપત્તિ પ્રતિભાવ તંત્ર સક્રિય કર્યું છે. રાજ્ય વહીવટીતંત્ર દ્વારા માંગવામાં આવે તો આવશ્યક પુરવઠો અને તબીબી સહાય પૂરી પાડવા માટે બેઝ વિક્ચ્યુઅલિંગ યાર્ડ (BVY), મટિરિયલ ઓર્ગેનાઈઝેશન અને નેવલ હોસ્પિટલ INHS કલ્યાણી જેવા એકમો સાથે મળીને કામ કરી રહી છે.

Cyclone Dana – Indian Navy’s preparedness activities for emergency operations

આ તૈયારીના ભાગરૂપે, HADR પેલેટ્સ, જેમાં આવશ્યક કપડાં, પીવાનું પાણી, ખોરાક, દવાઓ અને કટોકટીની રાહત સામગ્રીનો સમાવેશ થાય છે, અસરગ્રસ્ત થવાની સંભાવના હોય તેવા વિસ્તારોમાં મુખ્ય સ્થળોએ રસ્તા દ્વારા તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જો જરૂર પડે તો પૂર રાહત ( Cyclone Dana ) અને ડાઇવિંગ ટીમોને સંકલિત બચાવ અને રાહત કામગીરીમાં મદદ કરવા માટે એકત્રિત કરવામાં આવી રહ્યાં છે.

આ સમાચાર પણ વાંચો  :  Gujarati Sahitya: ગાંધીનગરમાં ‘ ચલ મન મુંબઈ નગરી..’ કાર્યક્રમમાં મુંબઈના કવિ લેખક અને કલાકારો ગયાં છવાઈ.. 

સમુદ્રમાંથી રાહત પ્રયાસોને ટેકો આપવા માટે, પૂર્વીય ફ્લીટના બે જહાજો પુરવઠો અને બચાવ અને ડાઇવિંગ ટીમો સાથે ઉભા છે.

Cyclone Dana – Indian Navy’s preparedness activities for emergency operations

ભારતીય નૌકાદળ ( Indian Navy ) પરિસ્થિતિનું નજીકથી નિરીક્ષણ રાખી રહી છે અને હાઇ એલર્ટ પર છે, નાગરિક અધિકારીઓ અને ચક્રવાત દાનાથી પ્રભાવિત લોકોને પોતાનું સમર્થન આપવા માટે તૈયાર છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

New Education Policy: યુપીમાં ક્રાંતિકારી શિક્ષણ નીતિ: હવે બાળકો બેગ વગર સ્કૂલે જશે! જાણો શું છે ‘બેગલેસ ડે’ની યોજના
Ram Temple Flag Hoisting: રામ મંદિર ધ્વજારોહણનું 30 મિનિટનું પવિત્ર મુહૂર્ત જાહેર, VIP મહેમાનો એ કરવી પડશે આ નિયમ નું પાલન
Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Exit mobile version