News Continuous Bureau | Mumbai
Cyclone Dana Updates : બંગાળની ખાડીમાંથી સર્જાયેલું વાવાઝોડું ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. આ ચક્રવાતી તોફાન 24મી ઓક્ટોબરની મધ્યરાત્રિથી 25મી ઓક્ટોબરની સવાર સુધી દરિયાકાંઠે ત્રાટકી શકે છે. આ વાવાઝોડું સપાટી પર આવે ત્યાં સુધીમાં તેની ઝડપ ઘણી વધી શકે છે.
Cyclone Dana Updates : 16 કલાક તમામ ફ્લાઈટ્સ રદ
હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે દરિયાકાંઠે અથડાતા ચક્રવાતની પ્રક્રિયા 24 ઓક્ટોબરની રાત્રે શરૂ થશે અને 25મીની સવાર સુધી ચાલુ રહેશે. તેમણે કહ્યું કે દરિયાકાંઠે અથડાતા પહેલા તેની ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. તેમણે કહ્યું કે દરિયાકાંઠે તેની અથડાવાની પ્રક્રિયા સામાન્ય રીતે ધીમી હોય છે અને તેમાં પાંચથી છ કલાકનો સમય લાગે છે.
🚨 ALERT 🚨
One million people to be moved out of Cyclone Dana’s path in Odisha.
Landfall likely in Odisha tonight, 3 lakh people evacuated 😭
Stay Safe Stay Alert.🙏🙏#Danacyclone#CycloneDanaUpdate#cycloneodisha #odishapolice pic.twitter.com/4uoa2urNDB— Hajju bhunda (@hajjubhunda) October 24, 2024
નવીનતમ માહિતી અનુસાર, ‘દાના’ છેલ્લા છ કલાકમાં 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જોકે આ વાવાઝોડાની સૌથી વધુ અસર ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર થશે. જેના કારણે ભુવનેશ્વર અને કોલકાતા એરપોર્ટ પર ગુરુવારે સાંજે 5 વાગ્યાથી 25 ઓક્ટોબરના રોજ સવારે 9 વાગ્યા સુધી લગભગ 16 કલાક ફ્લાઈટ્સ રદ કરવામાં આવશે.
Cyclone Dana Updates : 552 ટ્રેનો રદ
આ સાથે જ 552 ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. સાઉથ ઈસ્ટ રેલ્વેએ 150 ટ્રેનો રદ કરી છે, ઈસ્ટ કોસ્ટ રેલ્વેએ 198 ટ્રેનો, ઈસ્ટર્ન રેલ્વેએ 190 ટ્રેનો અને સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વેએ 14 ટ્રેનો રદ કરી છે.
આ સમાચાર પણ વાંચો : સરકારની પૂર્વ તૈયારી, કેબિનેટ સચિવે કરી બંગાળની ખાડીમાં આવનારા ચક્રવાત માટે તૈયારીની સમીક્ષા, આ રાજયોમાં ત્રાટકશે વાવાઝોડું.
તદઉપરાંત ઓડિશાના 14 જિલ્લામાં 25 ઓક્ટોબર સુધી શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. આ જિલ્લાના 10 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. તમામ ટુરિઝમ પાર્ક, ઓડિશા હાઈકોર્ટને 25 ઓક્ટોબર સુધી બંધ કરી દેવામાં આવ્યા છે.
Stay Safe Odisha 🙏 Cyclone Dana is a monster pic.twitter.com/PVahVwwt1d
— Prem Mohanty 🏏⚽️ (@philipbkk) October 23, 2024
Cyclone Dana Updates : 288 ટીમો તૈનાત
એટલું જ નહીં ઓડિશાએ નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF), ઓડિશા ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (ODRF) અને ફાયર બ્રિગેડની 288 ટીમો તૈનાત કરી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)