News Continuous Bureau | Mumbai
Cyclone Tej : અરબી સમુદ્ર ( Arabian Sea ) પર બનેલું ચક્રવાત ‘તેજ’ ચક્રવાતી તોફાન (cyclonic storm )માં ફેરવાઈ ગયું છે, ભારતીય હવામાન વિભાગે (IMD) માહિતી આપતા એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે (Meteorological Department) એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય સમય અનુસાર ચક્રવાત તેજ આજે બપોર પહેલા જ ગંભીર ચક્રવાત તોફાનમાં પરિવર્તિત થવાની આશંકા છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)એ X(અગાવનુ ટ્વિટર) પર જાણકારી આપતા કહ્યું હતું કે ચક્રવાત તોફાન ‘તેજ’ ( storm Tej ) 21 ઓક્ટોબર રાત્રે 11.30 વાગ્યે દક્ષિણ પશ્ચિમ અરબ સાગર (Arabian Sea) પર સોકોત્રા(યમન)થી લગભગ 330 કિમી પૂર્વમાં તેમજ સલાલાહ(ઓમાન)થી 690 કિમી પૂર્વ તથા ગૈદાહ(યમન)ના 720 કિલોમીટર દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત થયું હતું. આ ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે આ વાવાઝોડું આજે બપોરે અત્યંત તીવ્ર ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવના છે. અરબી સમુદ્ર પર સર્જાયેલું વાવાઝોડું આગામી 25મી તારીખે વહેલી સવારે અલ ગૈદાહ (યમન) અને સલાલાહ (ઓમાન) વચ્ચેથી પસાર થવાની શક્યતા છે.
VSCS Tej lay centered at 0230 IST of 22nd Oct over SW Arabian Sea about 260 km ESE of Socotra (Yemen), 630 km SSE of Salalah (Oman), and 650 km SE of Al Ghaidah (Yemen). Very likely to intensify further into an Extremely Severe Cyclonic Storm in the forenoon of 22nd Oct. pic.twitter.com/Vs9KVhxTqX
— India Meteorological Department (@Indiametdept) October 22, 2023
તેજ આગામી 24 કલાકમાં તે ડીપ ડિપ્રેશન પરિવર્તિત થાય તેવી સંભાવના…
ગુજરાતના દરિયાકાંઠે ( Gujarat coast ) બિપરજોય વાવાઝોડા બાદ ચક્રવાત ‘તેજ’ને લઈને ભયસૂચક સિગ્નલો લગાવી દેવાયા છે. રાજ્યમાં ચાર મહિના પહેલા જ બિપરજોય વાવાઝોડા (Cyclone Biparjoy)એ તારાજી સર્જી હતી. બિપરજોય વાવાઝોડું કચ્છના માંડવીના દરિયાકાંઠે (Mandvi coast) ત્રાટક્યું હતું અને વિનાશ વેર્યો હતો ત્યારે હવે ફરી એકવાર દરિયાકાઠે ભયસૂચક સિગ્નલો લગાવી દેવાયા છે. આ ઉપરાંત હવામાન વિભાગે એલર્ટ પણ આપ્યું છે. આ સિવાય હવામાન વિભાગે માછીમારોને આગામી 25 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ સિવાય પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર માટે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Table Tennis: બ્રિક્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ માટે અમદાવાદની ઓઇશિકીની ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં તે ડીપ ડિપ્રેશન (deep depression)માં પરિવર્તિત થાય તેવી સંભાવના છે. બંગાળની ખાડી (Bay of Bengal) પર WML ડિપ્રેશનમાં પરિવર્તિત થયુ હતું, અને ગઈકાલે ભારતીય સમયઅનુસાર રાત્રે 10.30 વાગ્યાની આસપાસ પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીની ઉપર કેન્દ્રિત થયું હતું જે પારાદીપ(ઓડિશા)થી લગભગ 620 કિમી દક્ષિણ, દીધા (પશ્ચિમ બંગાળ)થી 780 કિમી કિમી દક્ષિણ ઓર ખેપુપારા (Bangladesh) થી 900 કિમી દક્ષિણ-પશ્ચિમમાં હતું.