News Continuous Bureau | Mumbai
Weather Update : ઠંડીની શરુવાત થતાં જ દેશના અનેક રાજ્યોમાં ઠંડકનો અનુભવ થવા લાગ્યો છે. સવારે કેટલાક સ્થળોએ ગુલાબી ઠંડી (Winter) સાથે ધુમ્મસની ચાદર પણ જોવા મળે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ‘તેજ’ ચક્રવાત (Tej Cyclone) ને કારણે દેશના હવામાનને અસર થઈ રહી છે. ચક્રવાત (Tej Cyclone) ના કારણે કેરળ (Kerala) માં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ (Rain) ની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હવામાન વિભાગે ઘણા ભાગોમાં પવન અને વીજળીના ચમકારા સાથે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે. આ ઉપરાંત ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે (IMD) જણાવ્યું હતું કે ચક્રવાત તેજ 25 ઓક્ટોબરની સાંજે ખેપુપારા અને ચિત્તાગોંગ વચ્ચે બાંગ્લાદેશના તટને પાર કરે તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાત ‘તેઝ’ રવિવારે ખૂબ જ ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે. જેના કારણે બંગાળની ખાડીમાં પણ નીચા દબાણનો વિસ્તાર બનશે જેના કારણે ચક્રવાતની સ્થિતિ સર્જાશે. બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર એરિયા મંગળવાર સુધીમાં ચક્રવાતમાં પરિવર્તિત થવાની શક્યતા છે.
જો કે દેશના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે, પરંતુ રાજ્યમાં આકરી ગરમી પડશે. ચક્રવાતની મહારાષ્ટ્ર (Maharashtra) ના હવામાન પર કોઈ ખાસ અસર નહીં થાય . હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની કોઈ સંભાવના નથી. કેટલાક સ્થળોએ વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગે કહ્યું છે કે રાજ્યમાં તાપમાનમાં વધારો થશે.
The Severe Cyclonic Storm “Hamoon” over Northeast Bay of Bengal lay centered at 2330 hours IST of 24th October about 420 km east-southeast of Digha (West Bengal), 150 km east-southeast of Khepupara (Bangladesh) and 80 km south-southwest of Chittagong (Bangladesh).
— India Meteorological Department (@Indiametdept) October 24, 2023
આગામી દિવસોમાં પહાડી વિસ્તારોમાં તાપમાન વધુ ઘટશે….
હવામાન વિભાગે કહ્યું છે કે 25 ઓક્ટોબર, બુધવારે દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં રહી શકે છે. હાલમાં દિલ્હીમાં(Delhi) વરસાદની કોઈ શક્યતા નથી. મંગળવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 16.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું હતું. આગામી પાંચ દિવસમાં દિલ્હીમાં ધુમ્મસ વધવાની આગાહી કરવામાં આવી છે. દિલ્હીની સાથે લખનૌમાં આગામી પાંચ દિવસ સુધી ધુમ્મસ છવાયેલ રહેવાની શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર, આજે એટલે કે 25 ઓક્ટોબરે મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આ સાથે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે હિમવર્ષાની આગાહી કરી હોવાથી આગામી દિવસોમાં પહાડી વિસ્તારોમાં તાપમાન વધુ ઘટશે. હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) માં કેટલાક સ્થળોએ યલો એલર્ટ (Yellow Alert) જારી કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Golden Passport: ગોલ્ડન પાસપોર્ટ મેળવવા ભારતીયોનો ધસારો! જાણો શું ખાસ બાબત છે આ આ પાસપોર્ટમાં? વાંચો વિગતે અહીં..