ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
7 જુલાઈ 2020
તાઈવાનના વિદેશ મંત્રાલયે તિબેટીયન આધ્યાત્મિક નેતા દલાઈ લામાના જન્મદિને કહ્યું છે કે "તેઓ દલાઈ લામાને પોતાના દેશમાં આવકારશે." આ વાત કદાચ બીજિંગને ઉશ્કેરી શકે છે જે દલાઈ લામાને એક ખતરનાક ભાગલાવાદી તરીકે જુએ છે.
તાઈવાન ચીનની બાજુમાં આવેલો એક ટચૂકડો ટાપુ છે જેને ચાઈના વિરુદ્ધ હોંગકોંગને ટેકો આપવા અવાજ ઉઠાવ્યો હતો ત્યારથી તાઇપેઈ-બીજિંગના સંબંધો બગડ્યા છે.
તાઈવાનના આમંત્રણ બાદ દલાઈ લામાએ કહ્યું હતું કે "રાજકીય માહોલ બદલાઇ જાય ત્યાં તુધી તેઓ રાહ જોશે, જેથી તેઓ સુખરૂપ તાઈવાન ટાપુની મુસાફરી કરી શકે." જોકે તાઇવાનને સ્પષ્ટ કર્યું છે કે તેઓને હજુ સુધી દલાઈ લામા તરફથી આ અંગેની કોઈ અરજી મળી નથી. નોંધનીય છે કે છેલ્લે દલાઈ લામાએ 2009 માં ચીનના દાવાવાળા, લોકશાહી ટાપુ તાઈવાનની મુલાકાત લીધી હતી….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com