ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 ફેબ્રુઆરી 2021
અત્યાર સુધી હિંદુ ધર્મ માંથી ઇસ્લામ કે ઈસાઈ ધર્મ માં પ્રવેશ કરીને રિઝર્વેશન નો લાભ લેનાર લોકો પર સરકાર મહેરબાન હતી.
કોંગ્રેસના શાસનમાં હિન્દુ ધર્મમાં દલિત સમુદાયના લોકો જ્યારે ઈસાઈ કે ઈસ્લામ ધર્મમાં પ્રવેશ કરી જતા હતા ત્યારબાદ પણ તેમને રિઝર્વેશનમાં ફાયદો મળતો હતો.
હવે મોદી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેની જાણકારી કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે સંસદ માં આપી હતી. એક પ્રશ્નના ઉત્તરમાં રવિશંકર પ્રસાદે જણાવ્યું કે જે વ્યક્તિઓ હિંદુ ધર્મ ત્યજીને ઈસાઈ કે ઈસ્લામ ધર્મમાં પ્રવેશ મેળવશે તે વ્યક્તિને રિઝર્વ સીટ પરથી ચૂંટણી લડવાનો લાભ નહીં મળે. જોકે કોઈ આવી વ્યક્તિ બૌદ્ધ, શીખ ધર્મ અપનાવે તો તેને રિઝર્વેશનનો ફાયદો મળશે.
આ સંદર્ભે વધુ વિગત આપતા રવિશંકર પ્રસાદે જણાવ્યું કે પંડિત જવાહરલાલ નેહરુએ દલિતો ની વ્યાખ્યા સ્પષ્ટ કરી હતી જે મુજબ હિન્દુ ધર્મમાં રહેલા એક વર્ગને દલિત કહેવામાં આવે છે. જ્યારે કે ઈસાઈ અને ઈસ્લામ ધર્મમાં પ્રવેશેલા વ્યક્તિ માટે આવો કોઈ વર્ગ નથી. આથી રિઝર્વ સીટ પરથી ધર્મ પરિવર્તન પામેલા વ્યક્તિ ચૂંટણી નહીં લડી શકે.કાયદામંત્રી સ્પષ્ટ કર્યું છે કે સંસદીય અથવા લોકસભા ચૂંટણી લડનાર ખ્રિસ્તી અથવા ઇસ્લામ ધર્મ સ્વીકાર કરનાર અનુસુચિત જાતી જનજાતીના વ્યક્તિને પ્રતિબંધિત કરવાનો સુધારો પ્રસ્તાવમાં નથી.
