ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 ઓગસ્ટ 2020
સુપ્રિમ કોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં મંગળવારે જણાવ્યું કે હિન્દુ ઉત્તરાધિકાર (સુધારો) અધિનિયમ, 2005 અમલમાં આવે તે પહેલાં પિતાનું મૃત્યુ થયું હોય તો પણ પુત્રી સમાન સંપત્તિના હક માટે હકદાર છે.
સંપત્તિના એક વિવાદિત પ્રશ્નના સમાધાનમાં ન્યાયમૂર્તિ અરુણ મિશ્રાની અધ્યક્ષતાવાળી ત્રણ જજની બેંચે, હિંદુ અવિભાજિત કુટુંબ (એચયુએફ) ની સંપત્તિમાં પુત્રીઓના હકમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે 2005 ના કાયદા બાદ પણ પુત્રીઓનો અધિકાર સંપૂર્ણ છે. ભલે પિતા મૃત્યુ પામ્યા હોય તો પણ…
જજના જણાવ્યાં મુજબ, 'એવું માનવામાં આવ્યું હતું કે, સુધારાની તારીખ પ્રમાણે, એક દીકરી, પોતાના જીવિત અથવા મૃત પિતાની સંપત્તિમાં સમાન હકદાર રહેશે.' તેનો અર્થ એ કે જો સુધારણાની તારીખે પુત્રી પણ જો જીવિત ન હોત, તો પણ તેના બાળકો નાનાજીની સંપતિમાં માતાના ભાગનો દાવો કરી શકે છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com