ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 જાન્યુઆરી 2022
ગુરુવાર.
ભારતની કોવિશીલ્ડ અને કોવેક્સિન બંને વેક્સિન હવે બજારમાં લોકોને મળી શકશે.
પ્રાપ્ત જાણકારી મુજબ DCGI દ્વારા ભારતની બંને વેક્સિન કોવેક્સિન અને કોવિશિલ્ડ બજારમાં વેચવાની શરતી મંજૂરી આપી દેવામાં આવી છે.
એટલે કે હવે ટૂંક સમયમાં લોકો વેક્સિનને હવે ખરીદી શકશે.
બંને રસીની કિંમત પ્રતિ ડોઝ 275 રૂપિયા અને 150 રૂપિયાનો વધારાનો સર્વિસ ચાર્જ નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે.
જોકે હાલમાં, બંને રસીઓ માત્ર દેશમાં જ કટોકટીના ઉપયોગ માટે અધિકૃત છે.
અરુણાચલમાંથી લાપત્તા કિશોરને ચીની સેનાએ ભારતને પરત સોંપ્યો, કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી
