News Continuous Bureau | Mumbai
Desh Ka Form: ભારતીય ચુંટણી પંચ ( Election Commission of India ) , નવી દિલ્હી દ્વારા તા.૦૧/૧/૨૦૨૪ની લાયકાત સંદર્ભે ફોટાવાળી મતદારયાદીની ( Voter list ) ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની ખાસ ઝુંબેશ રૂપે ‘દેશ કા ફોર્મ’ ઝુંબેશનો ( campaign ) તા.૦૯/૧૨/૨૦૨૩ના રોજ શનિવારે આખરી દિવસ હોઈ બૂથ લેવલ ઓફિસર્સ ( Booth Level Officers ) સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા દરમિયાન સંબંધિત બૂથ પર હાજર રહી હક્ક દાવા અને વાંધા અરજીઓ સ્વીકારશે.
વધુમાં, મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ રદ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબંધિત નિયત નમુનાના ફોર્મ ઓનલાઈન www.voterportal.eci.gov.in અથવા www.voters.eci.gov.in અથવા Voter Helpline મોબાઈલ એપ મારફત પણ રજુ કરી શકાશે. તેમજ વિશેષ જાણકારી માટે હેલ્પલાઈન નં.૧૯૫૦ પર સંપર્ક કરવા અધિક જીલ્લા ચૂંટણી અધિકારી-સુરતની યાદીમાં જણાવાયું છે
આ સમાચાર પણ વાંચો : Viksit Bharat Sankalp Yatra: દમણ જિલ્લાના આટિયાવાડમાં “વિકાસિત ભારત સંકલ્પ યાત્રા”ના રથનું સ્વાગત.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.