ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
2 જુલાઈ 2020
સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે ભારતીય વાયુસેનાને રશિયા પાસેથી 21, મિગ -29 લડાકુ વિમાનો ઉપરાંત 12 સુખોઈ એમકે 1 પ્રાપ્ત કરવાની મંજૂરી આપી દીધી છે. સંરક્ષણ મંત્રાલયની સંરક્ષણ એક્વિઝિશન કાઉન્સિલે પણ હાલના સંજોગો પ્રમાણે જુના 59, મિગ – 29 વિમાનોને અપગ્રેડ કરવાની મંજૂરી આપી દીધી હોવાનું મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદમિર પુટિન સાથે વાત કરી ત્યાર બાદ આ બંને ડીલની મંજૂરી આપવામાં આવી છે. ભારતીય વિદેશ મંત્રાલયના નિવેદનમાં મુજબ પુટિને કહ્યું કે "બંને દેશો વચ્ચે દાયકાઓથી જે વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી છે તેને વધુ મજબુત બનાવવાની વાત કહી હતી" જ્યારે રશિયા પાસેથી નવા એમઆઈજી-29 ની પ્રાપ્તિ અને અપગ્રેડેશનનો ખર્ચ ₹ 7,418 કરોડ છે, જ્યારે એસયુ -30 એમકેઆઈ (એચએએલ) હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી, 10,730 કરોડના અંદાજિત ખર્ચે ખરીદવામાં આવશે. "
ઉલ્લેખનીય છે કે હાલમાં જ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે રશિયાના વરિષ્ઠ સરકારી વ્યક્તિઓ સાથે વાતચીત માટે મોસ્કોની મુલાકાત લીધી હતી જેના એક અઠવાડિયા પછી ભારતની લીલીઝંડી મળી છે. 'ચીન સાથેના ભારતના સૈન્ય સામનાને પગલે રશિયા, ભારતીય સશસ્ત્ર દળો દ્વારા જરૂરી હથિયાર અને વધારાની ડિલિવરી ઝડપી બનાવશે'.
આ મુલાકાત બાદ એવા સમાચારો આવી રહયાં હતાં કે ચીન રશિયા પર દબાણ લાવી રહ્યું છે કે ભારતને પૂરજાઓ અને સાધનો પૂરા પાડવામાં નહીં આવે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com