News Continuous Bureau | Mumbai
ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Defense minister Rajnath Singh)જમ્મુ કાશ્મીર(Jammu Kashmir)માં ‘કારગિલ વિજય દિવસ’(Kargil Vijay Divas)ના ઉપલક્ષ્યમાં આયોજિત કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ પ્રસંગે પોતાના સંબોધનમાં રાજનાથ સિંહે કહ્યું કે, ‘દેશની સેવામાં પોતાના પ્રાણ આપનાર શહીદોને આપણે આજે યાદ કરી રહ્યા છીએ. આપણી સેનાએ હંમેશા દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. ૧૯૯૯ના યુદ્ધમાં આપણા ઘણા વીર જવાનોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી, હું તેમને નમન કરું છું.'
આ સમાચાર પણ વાંચો : ભારતીય રિઝર્વ બેંકની મોટી કાર્યવાહી- બેંકે ચાર સહકારી બેંકો પર ઉપાડ સહિતના પ્રતિબંધો લાદ્યા- ફટાફટ તપાસો તમારું એકાઉન્ટ આ બેન્કમાં તો નથીને
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, '૧૯૬૨માં ચીને લદ્દાખ(Ladakh) માં આપણા ક્ષેત્ર પર કબ્જો કર્યો હતો. ત્યારે પંડિત નહેરુ (Pandit Jawaharlal Nehru) આપણા દેશના પ્રધાનમંત્રી(Prime minister) હતા. હું તેમની નિયતિ પર સવાલ ઉઠાવીશ નહીં. ઇરાદા સારા હોઈ શકે છે પણ આ નીતિયો પર લાગુ થતા નથી. હું પણ એક વિશેષ રાજનીતિક દળથી આવું છું પણ હું ભારતના કોઈ પણ પ્રધાનમંત્રીની ટીકા કરવા માંગતો નથી. કોઇની નીતિયોને લઇને આપણે ટીકા કરી શકીએ છીએ પણ કોઇની નિયતિને લઇને સવાલ ઉઠાવી શકીએ નહીં. જોકે ભારત આજે દુનિયાના સૌથી શક્તિશાળી દેશોમાંથી એક છે.' રાજનાથ સિંહે કહ્યું કે, '૧૯૬૨માં આપણા દેશના લોકોએ જે નુકસાન ઉઠાવવું પડ્યું તેનાથી દેશ સારી રીતે પરીચિત છે. તે નુકસાનની ભરપાઈ આજ સુધી થઇ શકી નથી.' તેમણે કહ્યું કે, 'દેશ આજે જે ઝડપથી આગળ વધી રહ્યો છે હું ડંકાની ચોટ પર કહેવા માંગીશ કે હવે ભારત કમજોર રહ્યું નથી પણ દુનિયામાં તાકાતવર દેશ બનતો જઈ રહ્યો છે. રાજનાથ સિંહે કહ્યું કે કારગિલ યુદ્ધ(Kargil war)માં વિજય ભારતીય સેનાના(Indian Army) શોર્ય અને પરાક્રમનો ગૌરવપૂર્ણ અધ્યાય છે. દેશની એકતા, અખંડતા અને સંપ્રભુતાને બનાવી રાખવામાં ભારતીય સેનાનું ઘણું મોટું યોગદાન છે.'