ચીન સાથે ઘર્ષણ: સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે એલએસી પર ભારતની સૈન્ય સજ્જતાની સમીક્ષા કરી

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

13 જુન 2020

ભારત અને ચીન સૈનિકો વચ્ચે સરહદ પર ડેડલોકને હલ કરવા માટે મેજર જનરલ કક્ષાની વાટાઘાટોનો બીજો રાઉન્ડ યોજાઈ ગયો. અગાઉ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પૂર્વી લદ્દાખ અને સિક્કિમ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશના અન્ય કેટલાક વિસ્તારોમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ભારતની એકંદરે સૈન્ય સજ્જતાની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ચીફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, નેવલ સ્ટાફના વડા એડમિરલ કરામબીર સિંઘ અને એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરીયા પણ હાજર રહ્યા હતા. પેંગોંગ ત્સો, ગાલવન વેલી, દામચોક અને દૌલાત બેગ ઓલ્ડિમાં ભારતીય અને ચીની સૈન્ય વચ્ચે અથડામણ પાંચ અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલુ રહી હતી.

આ અંતરાય પછી બંને પક્ષે ઉત્તર સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશમાં એલએસીની સાથે વધારાના સૈન્ય તૈનાત કર્યા છે. મળતી માહિતી મુજબ  રાજનાથે સિંહે ઉચ્ચ લશ્કરી અધિકારીઓને પૂર્વ લદ્દાખ અને અન્ય વિસ્તારોની પરિસ્થિતિ સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. 

નામ ન આપવાની શરતે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સંરક્ષણ પ્રધાને પૂર્વ લદ્દાખની પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરી. પૂર્વી લદ્દાખમાં તણાવ દૂર કરવાનો માર્ગ શોધવા માટે બંને સેનાએ શુક્રવારે મેજર જનરલ કક્ષાની વાટાઘાટોનો બીજો રાઉન્ડ યોજ્યો હતો આ દરમિયાન ભારતે ગુરુવારે કહ્યું હતું કે, વહેલી તકે શાંતિના સમાધાન માટે ચીન સાથે સૈન્ય અને રાજદ્વારી વાટાઘાટો ચાલુ રહેશે….

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment