ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
19 જુન 2020
લદાખ સીમા પર ચીન સાથે થયેલી ઝડપ બાદ ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ ચીનના પ્રવાસે જઈ રહ્યા છે. રશિયાના વિજય દિવસ પરેડમાં ભાગ લેવા રક્ષામંત્રી જશે પરંતુ, અટકળો લાગી રહી છે કે ભારત ચીનની કરતુતોના સબૂતો સાથે લઈ જશે, જેથી ભારતના દાયકાઓ જૂના મિત્રને હકીકત બતાવી શકાય.
આગામી 24 જૂને દ્વિતીય વિશ્વ યુદ્ધમાં રશિયાએ મેળવેલી જીત ને પંચોતેર વર્ષ પૂર્ણ થવાના છે એની ખુશીમાં મોસ્કોમાં ભવ્ય વિજય દિવસ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદેશોના રક્ષા મંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે રશિયાના વિક્ટરી ડે પરેડમાં રશિયાની સેના સહિત વિશ્વના અને ભારતના પણ 75 સૈનિકોની ટુકડી આ પરેડમાં ભાગ લઈ રહી છે. જેમાં આર્મી, નેવી અને નૌસેનાના સૈનિકો ભાગ લઇ રહ્યા છે. ઉલ્લેખનિય છે કે ભારત રશિયાની દોસ્તી ખૂબ જૂની છે પરંતુ થોડા વર્ષોથી ભારત અમેરિકા ની નજીક આવતા ચીન થોડું થોડું અતડું રહેવા માંડ્યું છે અને આ સાથે જ હાલના દિનોની રશિયા અને ચીનની નજદીકી પણ જગજાહેર છે. આથી ચીનને સમજાવવા રશિયાને કહી શકાય એ હેતુથી પણ રક્ષા મંત્રી રાજનાથ સિંહ ની યાત્રા ખૂબ મહત્વપૂર્ણ ગણી શકાય છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com