ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
13 જુલાઈ 2020
વિશ્વભરમાં કોરોના વાઇરસ ફેલાવનારા ચીન સામે અમેરિકા સહિત દુનિયા આખીમાં રોષ ફેલાયો છે, અરે! અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર ચીનને જોઇ લેવાની ધમકી આપી છે, અને ચીનને કોરોના કાળમાં બચાવવા બદલ WHO સાથે પણ પોતાનાં સંબંધો પર રોક લગાવી છે. આ બાજુ ચીનના પડોશી દેશ ભારતે પણ અનેક ચીની એપ્સ પર પ્રતિબંધ મુકીને ચીનને આર્થીક નુકશાન પહોંચાડયું છે.
આ બધાની વચ્ચે હવે અમેરિકાનું મોટું દુશ્મન ગણાતું ઇરાન ચીનની નજીક આવ્યું છે. બીજિંગ ઇરાનમાં અંદાજે 400 અબજ ડોલરનું રોકાણ કરવા જઇ રહ્યું છે અને ઇરાન પાસેથી ચીન સસ્તા ભાવે મોટી માત્રામાં ક્રૂડ ઓઈલની ખરીદી કરશે. આ સાથે જ ચીન ઇરાનને આધુનિક હથિયારો પણ આપશે તેમજ ઇરાનમાં ડેવલપમેન્ટ ના કામો પણ ચીન જ કરશે, જેનાથી એશિયામાં ખતરો વધશે તે વાત પાક્કી છે.
થોડા સમય પહેલા જ અમેરિકા અને ઇરાન વચ્ચે સૈન્ય ઘર્ષણ થયું હતુ, ત્યારે ઇરાને અમેરિકાનું ડ્રોન તોડી પાડ્યું હતુ, અમેરિકી સૈન્ય અડ્ડાઓ પર પણ હુમલા કર્યા હતા. જેનું કારણ છે ઇરાનના પરમાણું કાર્યક્રમ સામે અમેરિકાએ પ્રતિબંધ મુક્યો હતો, જેની સામે હવે ચીન ઇરાનને પરમાણું કાર્યક્રમમાં મદદ કરીને દુનિયાને વધુ ખતરામાં મુકવાનો પ્લાન કરી રહ્યું છે. જ્યારથી અમેરિકા અને ભારતે ચીને સાથે વ્યાપારિક સંબંધો ઓછા કર્યા છે ત્યારથી ચીન વિશ્વમાં નવું માર્કેટ શોધી રહ્યું છે. જે ભારત અને અમેરિકા સહિતના દેશો માટે ખતરનાક સાબિત થઇ શકે છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com