ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો
મુંબઇ
28 ઓગસ્ટ 2020
કોરોના ને કારણે સરકાર દ્વારા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જેમાં મોડેથી ટેક્સ ભરવાની છુટ આપવામાં આવી હતી. પરંતુ હવે મોટાભાગના સરકારી વિભાગો કામે ચડી ગયા છે. લોકડાઉન ને કારણે સરકારની આવક સાવ નજીવી થઈ ગઈ છે. હવે પોતાની આવક વધારવા માટે સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે.
કેન્દ્ર સરકારે વિલંબથી જી એસ ટી ભરનાર પાસે પહેલી સપ્ટેમ્બરથી નેટ રકમ ઉપર 18 ટકા વ્યાજ વસૂલવાનો નિર્ણય કર્યો છે. કુલ રૂપિયા 42 હજાર કરોડની રકમ મોડેથી ચુકવણી સામે, સરકાર ખાતે જમા નહીં થવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્ર અને રાજ્યોના નાણા પ્રધાનો ની બનેલી જી.એસ.ટી કાઉન્સિલની માર્ચમાં મળેલી બેઠકમાં, પહેલી જુલાઈ 2017 થી અમલમાં આવે એ રીતે, મોડેથી ચુકવાયેલા જીએસટી પર નેટ રકમ પર વ્યાજ નક્કી કરવાનો નિર્ણય લેવાયો છે. નોંધનીય છે કે આ માટે સરકારે કાયદામાં આવશ્યક સુધારા પણ કરવા પડશે.
ઉપરોક્ત નિર્ણય, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્ષીસ એન્ડ કસ્ટમ્સ ( CBIC ) ની હાલમાં મળેલી 39 મી બેઠકમાં નેટ ટેક્સ ઉપર વ્યાજ ની ગણતરી કરવા 1 સપ્ટેમ્બર 2020 ની તારીખ નોટીફાઇડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જીએસટી ચૂકવવામાં મોડુ કરનાર પાસે સરકાર 18 % લેખે વ્યાજ વસૂલ કરશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
