News Continuous Bureau | Mumbai
Delhi Assembly Election Result Counting:દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે મત ગણતરી ચાલી રહી છે. અત્યાર સુધી મળેલા વલણોમાં, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) આગળ દેખાઈ રહી છે. દિલ્હીમાં ઘણી હાઇ પ્રોફાઇલ બેઠકો છે જેમાં નવી દિલ્હી, કાલકાજી, જંગપુરા, પટપડગંજ, કરાવલ નગર, મુસ્તફાબાદ, ઓખલા વગેરેનો સમાવેશ થાય છે.
Delhi Assembly Election Result Counting:સીએમ આતિશી કાલકાજીથી ચૂંટણી મેદાનમાં
પૂર્વ મુખ્યમંત્રી અને AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પોતે નવી દિલ્હીથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ 2015 થી સતત આ બેઠક પર છે. તેઓ ભાજપના ભૂતપૂર્વ સાંસદ પ્રવેશ વર્મા અને કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિત સામે ચૂંટણી લડી રહ્યા છે. સીએમ આતિશી કાલકાજીથી ચૂંટણી મેદાનમાં છે અને તેમનો સામનો ભાજપના રમેશ બિધુરી અને કોંગ્રેસના અલકા લાંબા સાથે થશે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા જંગપુરાથી ચૂંટણી લડી રહ્યા છે. દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકોના પરિણામો તમે નીચેના કોષ્ટકમાં જોઈ શકો છો.
Delhi Assembly Election Result Counting:વિધાનસભા બેઠકોના વલણો
નરેલામાં ભાજપ આગળ
બુરાડીમાં ભાજપ પાછળ
તિમારપુરમાં ભાજપ પાછળ
આદર્શ નગર ભાજપ આગળ
બાદલી ભાજપ પાછળ
રિઠાલામાં ભાજપ આગળ
બવાનામાં ભાજપ આગળ
મુડકા ભાજપ આગળ
કિરારી ભાજપ પાછળ
સુલતાનપુર મઝરા ભાજપ પાછળ
નાગાલોઈ જાટ ભાજપ આગળ
માંગોલપુરી ભાજપ આગળ
રોહિણીમાં ભાજપ આગળ
શાલીમાર બાગમાં ભાજપ આગળ
શકુરબસ્તી ભાજપ પાછળ
ત્રિનગર ભાજપ આગળ
વઝીરપુરમાં ભાજપ પાછળ
મોડેલ ટાઉન ભાજપ પાછળ
સદર બજારમાં ભાજપ આગળ
ચાંદની ચોક ભાજપ પાછળ
મતિયા મહેલ ભાજપ પાછળ
બલ્લીમારનમાં ભાજપ આગળ
કરોલ બાગમાં ભાજપ આગળ
મોતી નગર ભાજપ આગળ
પટેલ નગર ભાજપ આગળ
માદીપુર ભાજપ આગળ
રાજૌરી ગાર્ડનમાં ભાજપ આગળ
હરિ નગર ભાજપ આગળ
તિલક નગર ભાજપ પાછળ
જનકપુરીમાં ભાજપ આગળ
વિકાસપુરી ભાજપ પાછળ
ઉત્તમ નગર ભાજપ આગળ
દ્વારકા ભાજપ આગળ
માતિયાલા ભાજપ આગળ
નજફગઢમાં ભાજપ આગળ
બિજવાસનમાં ભાજપ આગળ
પાલમમાં ભાજપ આગળ
દિલ્હીમાં ભાજપ આગળ
રાજેન્દ્ર નગર ભાજપ પાછળ
નવી દિલ્હી: ભાજપ આગળ
જંગપુરામાં ભાજપ આગળ
કસ્તુરબા નગરમાં ભાજપ આગળ
માલવિયા નગરમાં ભાજપ આગળ
આર કે પુરમમાં ભાજપ આગળ
મહેરૌલીમાં ભાજપ આગળ
છત્તરપુર ભાજપ આગળ
દેવલી ભાજપ પાછળ
આંબેડકર નગર ભાજપ પાછળ
સંગમ વિહાર ભાજપ આગળ
ગ્રેટર કૈલાશ ભાજપ આગળ
કાલકાજીમાં ભાજપ આગળ
તુગલકાબાદ ભાજપ પાછળ
બદરપુરમાં ભાજપ આગળ
ઓખલા ભાજપ આગળ છે
ત્રિલોક પુરી ભાજપ આગળ
કોડલી ભાજપ પાછળ
પટપડગંજમાં ભાજપ આગળ
લક્ષ્મી નગર ભાજપ આગળ
વિશ્વાસ નગર ભાજપ આગળ
કૃષ્ણા નગરમાં ભાજપ આગળ
ગાંધીનગર ભાજપ આગળ
શાહદરા ભાજપ આગળ
સીમા પુરી ભાજપ પાછળ
રોહતાસ નગર ભાજપ આગળ
સીલમપુર ભાજપ આગળ
ઘોંડા ભાજપ આગળ
બાબરપુર ભાજપ પાછળ
ગોકલપુરમાં ભાજપ આગળ
મુસ્તફાબાદમાં ભાજપ આગળ
કરાવલ નગરમાં ભાજપ આગળ
આ સમાચાર પણ વાંચો: Delhi Assembly Election Result 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણી મતગણતરી શરૂ, ચોથીવાર AAP સરકાર કે પછી 27 વર્ષ બાદ BJPની વાપસી? આજે થઈ જશે નક્કી..
Delhi Assembly Election Result Counting:દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 60.54% મતદાન થયું
મહત્વનું છે કે બુધવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 60.54% મતદાન થયું હતું. ચૂંટણીમાં કુલ 699 ઉમેદવારો છે. બધા એક્ઝિટ પોલમાં ભાજપની જીતની આગાહી કરવામાં આવી છે. કોંગ્રેસને પાછલી ચૂંટણીઓની સરખામણીમાં કોઈ ખાસ ફાયદો થવાની આગાહી કરવામાં આવી નથી. જોકે, બે એક્ઝિટ પોલમાં શાસક આમ આદમી પાર્ટી (AAP) ની જીતની આગાહી કરવામાં આવી છે.