News Continuous Bureau | Mumbai
Arvind Kejriwal : Bail સુપ્રીમ કોર્ટમાં માત્ર પાંચ મિનિટ સુધી સુનાવણી ચાલી. તેમ જ સુનાવણીની શરૂઆત થતાં જ અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સંઘવીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( Enforcement Directorate ) દ્વારા જમા કરવામાં આવેલા દસ્તાવેજો ઉપર આક્ષેપ લેવામાં આવ્યો હતો. . આ ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટરે તે જામીન નો વિરોધ કર્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટે ( Supreme Court ) અરવિંદ કેજરીવાલને આંતરિક જામીન ( Interim bail ) આપ્યા છે.
Arvind Kejriwal : Bail અરવિંદ કેજરીવાલને જામીન મળતા સમયે કોર્ટે શું કીધું?
સુપ્રીમ કોર્ટમાં જામીનની સુનવણી ચાલી રહી હતી ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલને ચૂંટણી ( Lok sabha Election ) દરમિયાન પ્રચાર કરવાની છૂટ હોવી જોઈએ. આ ઉપરાંત હાલની પરિસ્થિતિ અસાધારણ છે. આ પરિસ્થિતિમાં અરવિંદ કેજરીવાલને પોતાનો પક્ષ જનતા સામે રાખવાનો અધિકાર છે. આ અધિકાર અબાધિત છે અને આથી વિશેષ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલને જામીન આપવામાં આવી રહ્યા છે. આ સુનાવણી માત્ર પાંચ મિનિટ જ ચાલી હતી.
આ સમાચાર પણ વાંચો: Bombay High Court: હાઈકોર્ટે મીઠાગરોની લેન્ડ લીઝના નવીકરણની માંગણી કરતી દાવાને ફગાવી દીધી; હવે ગોરેગાંવ-મુલુંડ લિંક રોડને પહોળો કરવા માટેનો માર્ગ થયો મોકળો..