News Continuous Bureau | Mumbai
Delhi Crime: પોલીસ ફાઈલ માં આવા અનેક મામલા નોંધાયેલા છે, જેના ખુલાસાથી પોલીસની સાથે સામાન્ય લોકો પણ ચોંકી ઉઠ્યા છે. આવો જ એક કિસ્સો દિલ્હી (Delhi) માં સામે આવ્યો છે. ખરેખર, 19 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2004માં દિલ્હી પોલીસે ( Delhi Police ) એક વ્યક્તિના મોતની તપાસ શરૂ કરી હતી. હવે જ્યારે આ મામલો સામે આવ્યો તો પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ, આટલા વર્ષોથી જે વ્યક્તિના મોતની તપાસ ચાલી રહી હતી તે પોલીસને જીવતો મળી આવ્યો છે. તેણે પોતાને મૃત જાહેર કરીને મોટું ષડયંત્ર રચ્યું હતું. આરોપી પૂર્વ નેવી કર્મચારી છે. જેની ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) ધરપકડ કરી છે.
જે વ્યક્તિ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પકડ્યો છે. તેની ઓળખ બલેશ કુમાર તરીકે થઈ છે. તે ગામ પટ્ટી કલ્યાણ, સમલખા, પાણીપત (Haryana) નો રહેવાસી છે. તેણે વર્ષ 2004માં પોતાને મૃત જાહેર કર્યો હતો. પરંતુ તે હજુ પણ જીવિત છે.
दिल्ली पुलिस की @CrimeBranchDP की टीम ने 20 साल पहले खुद को मृत घोषित कर चुके शातिर आरोपी को गिरफ्तार किया।
जोधपुर में ट्रक को आग लगाने की साजिश रच सालो से फ़र्ज़ी पहचान के आधार पर दिल्ली के नजफगढ़ में रह रहा था आरोपी।#DPUpdates pic.twitter.com/lioYkWZTCe— Delhi Police (@DelhiPolice) October 17, 2023
ક્રાઈમ બ્રાન્ચને તપાસ દરમિયાન સાચી વાત સામે આવી છે. વાસ્તવમાં, આરોપી બલેશ કુમાર વિરુદ્ધ દિલ્હીના બવાના પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો અને દિલ્હીના તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ચોરીનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ બંને કેસમાં બલેશ ફરાર હતો. હવે ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં FIR નંબર 232/2023 નોંધ્યો છે. જેમાં આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 419, 420, 467, 468, 471, 474 અને 120B હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને મજુર હતા
વાસ્તવમાં ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી કે દિલ્હીમાં હત્યા અને ચોરી કેસના આરોપી બલેશ કુમારે પોતાનું નામ અને સરનામું બદલી નાખ્યું છે અને તે દિલ્હીમાં રહે છે. તે બહારી દિલ્હીના નજફગઢ વિસ્તારમાં અમન સિંહના નામથી રહે છે. આ માહિતી બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ નજફગઢ ગઈ અને આરોપીને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. આરોપી બલેશ કુમાર આ વાતથી સાવ અજાણ હતો. તે દેખાતાની સાથે જ ક્રાઈમ બ્રાન્ચ ટીને તેની ધરપકડ કરી હતી.
પોલીસ તપાસ(Delhi Police)માં જાણવા મળ્યું હતું કે બાલેશ કુમારે 1 મેં 2004ના રોજ જાતે જ પોતાના ટ્રકમાં આગ લગાવી દીધી હતી. આ અકસ્માતમાં બે લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. તેમાંથી એકની ઓળખ બાલેશ કુમાર તરીકે થઈ હતી, જ્યારે અન્ય મૃતકની ઓળખ થઈ શકી ન હતી. ક્રાઈમબ્રાંચની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને મજૂર હતા. તેઓ બિહારના રહેવાસી હતા અને તેમનાં નામ મનોજ અને મુકેશ હતા. બંને મજૂરોને પૈસા આપીને બાલેશ દિલ્હીના સમયપુર વિસ્તારથી સાથે લઇ ગયો હતો. દિલ્હી પોલીસે જોધપુરના ડાંડિયાવાર પોલીસ સ્ટેશનમાં બંને મજૂરોની હત્યાની જાણકારી આપી દીધી છે જેથી કેસને રિ-ઓપન કરી ફરી તપાસ શરુ કરી શકાય.
આ સમાચાર પણ વાંચો : Rahul Gandhi PC: અદાણીમાં એવું તો શું ખાસ છે કે મોદી સરકાર તપાસ નથી કરાવતી? રાહુલ ગાંધીનો મોટો આરોપ.. જાણો શું છે આ મામલો..વાંચો વિગતે અહીં..
બાલેશ કુમારે વીમો અને પેન્શન તેની પત્નીના નામે ટ્રાન્સફર કરાવ્યું હતું…
તપાસ દરમિયાન પોલીસને એ પણ જાણવા મળ્યું કે પોતાને મૃત જાહેર કર્યા પછી બાલેશ કુમારે વીમો ( Insurance ) અને પેન્શન ( Pension ) તેની પત્નીના નામે ટ્રાન્સફર કરાવ્યું હતું, તેણે જે ટ્રકમાં અકસ્માત ( Truck Accident ) દર્શાવ્યો હતો તે તેના ભાઈ મહિન્દર સિંહના નામે નોંધાયેલ હતો. આરોપીએ ટ્રકનો સંપૂર્ણ વીમો મેળવી તેને પોતાની પત્નીના નામે ટ્રાન્સફર કરાવી દીધો હતો. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે દારૂના નશામાં તેણે તેના ભાઈ સુંદરલાલ સાથે મળીને વર્ષ 2004માં સમયપુર બાદલીના ટ્રાન્સપોર્ટ નગરમાં રાજેશ નામના વ્યક્તિનું ગળું દબાવી હત્યા કરી હતી. તે સમયે ત્રણેય દારૂ પીતા હતા. બાલેશને રાજેશની પત્ની સાથે ગેરકાયદેસર સંબંધોને લઈને ઝઘડો થયો હતો. હત્યા બાદ તેણે રાજેશની લાશ બવાના વિસ્તારમાં ફેંકી દીધી હતી.
પોલીસે હત્યાના મામલામાં સુંદરલાલની ધરપકડ કરી હતી જયારે કોર્ટમાં બાલેશનું મૃત્યુ પ્રમાણપત્ર બતાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આરોપી બાલેશે પોતાનું નામ બદલીને અમન સિંહ કરી લીધું અને આ જ નામથી આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ પણ બનાવડાવી લીધા હતા. આ જ દસ્તાવેજોના આધારે તેણે બેંકમાં ખાતું પણ ખોલાવી લીધું હતું. બાલેશ કુમાર મૂળરૂપથી પાનીપતના નજીક એક ગામનો રહેવાસી છે. તેણે આઠમા ધોરણ સુધી શિક્ષા પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ વર્ષ 1981માં તે નેવીમાં ભર્તી થયો અને વર્ષ 1996માં નિવૃત્ત થયો હતો. નિવૃત્ત થયા બાદ તે વર્ષ 2000માં પરિવાર સાથે ઉત્તમનગરમાં રહેવા લાગ્યો હતો. હાલ આરોપી એક પ્રોપર્ટી ડીલર તરીકે કામ કરી રહ્યો હતો.