Delhi Dust Storm: દિલ્હીમાં આકરી ગરમીના વચ્ચે અચાનક વાવાઝોડાને કારણે દેખાયું તબાહીનું દ્રશ્ય, 2 લોકોના મોત, 6થી વધુ લોકો ઘાયલ..

Delhi Dust Storm: દિલ્હીમાં શુક્રવારે સાંજે જોરદાર તોફાન અને વરસાદ થયો હતો, જેના કારણે હવામાનમાં ઘણો પલટો આવ્યો હતો. ધૂળની ડમરીઓ અને વાવાઝોડાના કારણે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.

by Bipin Mewada
Delhi Dust Storm Scene of devastation seen due to sudden storm in Delhi amid extreme heat, 2 people died, more than 6 people injured

News Continuous Bureau | Mumbai

Delhi Dust Storm: દિલ્હી-NCRમાં આકરી ગરમી વચ્ચે અચાનક શુક્રવારે સાંજે જોરદાર વાવાઝોડું અને વરસાદ જોવા મળ્યો હતો. જેમાં ધૂળની ડમરીઓના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ખાસ કરીને રાહદારીઓ અને ટુ-વ્હીલર ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વાવાઝોડાને ( Dust Storm ) કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે લાંબો ટ્રાફિક જામ થયો હતો. તો વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશાયી થતાં છ લોકો ઘાયલ થયા હતા અને બેના મોત થયા હતા. ઘણી જગ્યાએ ઇમારતોને પણ નુકસાન થયું હતું. જેમાં 17 લોકો ઘાયલ થયા હતા. દરમિયાન દિલ્હી પોલીસને ( Delhi Police )  વૃક્ષો ધરાશાયી થવાને લગતા 152 કોલ, ઈમારતના નુકસાનને લગતા 55 કોલ અને વીજ વિક્ષેપ સંબંધિત 202 કોલ મળ્યા હતા. 

દરમિયાન, રાષ્ટ્રીય રાજધાની અને તેના આસપાસના વિસ્તારોમાં જોરદાર પવનને કારણે નોઈડાના સેક્ટર 58માં એક ઈમારતના સમારકામ માટે લગાવવામાં આવેલ માચડો તૂટી પડ્યો હતો. જેના કારણે અનેક કારોને નુકસાન થયું હતું.

 Delhi Dust Storm: હવામાન વિભાગે હાલ રાજધાનીમાં શનિવાર અને રવિવારે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે..

હવામાન વિભાગે ( IMD ) હાલ રાજધાનીમાં શનિવાર અને રવિવારે વરસાદ માટે યલો એલર્ટ ( Yellow Alert )  જારી કરવામાં આવ્યું છે. જેમાં શનિવારે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ધૂળનું તોફાન રહેશે. તેમજ હળવા વરસાદની પણ સંભાવના ( IMD Forecast ) છે. જેના કારણે મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. જો કે લઘુત્તમ તાપમાન વધીને 29 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી શક્યતા પણ છે. જો દિલ્હીમાં વરસાદ પડશે તો આ મે મહિનાનું પહેલું પશ્વિમી વિક્ષોભ હશે.

આ સમાચાર પણ વાંચો:  Rahul Dravid: ભારતીય ક્રિકેટ ટીમના કોચ પદેથી રાહુલ દ્રવિડની વિદાય થશે

વાસ્તવમાં, શુક્રવારે સવારથી દિલ્હીમાં ( Delhi-NCR ) જ તડકો હતો. જેમાં બપોરના સમયે કાળઝાળ ગરમી ( Heat ) અને તડકાએ લોકોને પરેશાન કરી દીધા હતા. આ સમયગાળા દરમિયાન, મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 27.7 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધુ હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નરેલા વિસ્તાર સૌથી વધુ ગરમ રહ્યો હતો. અહીં મહત્તમ તાપમાન 40.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જાફરપુરમાં મહત્તમ તાપમાન 40.1 ડિગ્રી સેલ્સિયસ, નજફગઢમાં 40.3, પુસામાં 39.2, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 39.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે બાદ સાંજે અચાનક વાતવરણમાં પલટો આવ્યો હતો.

Join Our WhatsApp Community

You may also like