Site icon

Delhi Excise Policy Case: સિસોદિયા, સંજય સિંહ બાદ હવે CM કેજરીવાલને EDનું તેડું, સમન્સ અંતર્ગત હાજર થવા આદેશ.. જાણો શું છે આ સંપુર્ણ મામલો..વાંચો વિગતે અહીં..

Delhi Excise Policy Case After Sisodia, Sanjay Singh now CM Kejriwal ED summons, ordered to appear under summons.. know what is this whole case..

Delhi Excise Policy Case After Sisodia, Sanjay Singh now CM Kejriwal ED summons, ordered to appear under summons.. know what is this whole case..

News Continuous Bureau | Mumbai 

Delhi Excise Policy Case: એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે (ED)દારૂ કૌભાંડ (Liquor Policy Case) મામલે દિલ્હી (Delhi) ના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ને નોટિસ મોકલી છે. સીએમ અરવિંદ કેજરીવાલને આગામી 2 નવેમ્બરના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ પહેલા દિલ્હીના સીએમ કેજરીવાલને સીબીઆઈ (CBI) એ, ગત એપ્રિલ મહિનામાં પૂછપરછ માટે બોલાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે દારુ કૌંભાડ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા (Manish Sisodiya) છેલ્લા 8 મહિનાથી જેલમાં છે.

 

કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તપાસનો વિસ્તાર વધાર્યો છે. EDએ હવે આ મામલામાં પૂછપરછ માટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે અરવિંદ કેજરીવાલને દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે આગામી 2 નવેમ્બરે હાજર થવા કહ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Sardar Patel : પ્રધાનમંત્રીએ સરદાર પટેલને તેમની જયંતી પર યાદ કર્યા

શું છે આ મામલો…

એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દારૂ કૌભાંડ કેસમાં સતત કાર્યવાહી કરી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે આ જ કેસમાં, ગત 4 ઓક્ટોબર 2023ના રોજ આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ સંજય સિંહની ધરપકડ કરી હતી. આ પહેલા 26 ફેબ્રુઆરીએ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની 8 કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી.

સિસોદિયા પર આરોપ છે કે 2021માં જ્યારે તેઓ આબકારી મંત્રી હતા ત્યારે તેમણે દારૂની નીતિમાં કેટલાક ફેરફાર કર્યા હતા, જેનો ફાયદો દારૂના વેપારીઓને મળ્યો હતો. તપાસ એજન્સીઓનો દાવો છે કે દક્ષિણ ભારતના દારૂના વેપારીઓ (જેને સાઉથ ગ્રુપ કહેવામાં આવે છે) ના નફાના માર્જિનમાં વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે સરકારી તિજોરીને નુકસાન થયું હતું. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસમાં સીબીઆઈએ સિસોદીયા સામે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. ઈડીએ દાવો કર્યો હતો કે લાભાર્થી કંપનીઓએ 100 કરોડ રૂપિયાની લાંચ આપી હતી અને સિસોદિયાએ નફાનું માર્જિન 5 ટકાથી વધારીને 12 ટકા કરીને ગુનામાં મદદ કરી હતી. 338 કરોડનું ટ્રાન્સફર ઈડીની ફરિયાદનો એક ભાગ છે.

 

Exit mobile version