News Continuous Bureau | Mumbai
Delhi Liquor Scam દિલ્હીની આબકારી નીતિ સાથે જોડાયેલા કથિત કૌભાંડમાં સીબીઆઈના કેસ પર આજે રાઉઝ એવન્યુ કોર્ટનો મોટો ફેંસલો આવ્યો છે. સ્પેશિયલ જજ પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત તમામ ૨૩ આરોપીઓને આરોપમુક્ત જાહેર કર્યા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ પોલિસીમાં કોઈ વ્યાપક કાવતરું કે ગુનાહિત ઈરાદો જોવા મળતો નથી.ચુકાદો સાંભળતા જ કોર્ટ રૂમમાં હાજર અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા ભાવુક થઈ ગયા હતા અને પોતાના વકીલ ને ગળે લગાડ્યા હતા. આ કેસમાં મનીષ સિસોદિયાને ‘આરોપી નંબર ૧’ બનાવવામાં આવ્યા હતા, પરંતુ લાંબી કાયદાકીય લડત બાદ હવે તેમને મોટી રાહત મળી છે.
કોર્ટે CBI ની ગંભીર ઝાટકણી કાઢી
સુનાવણી દરમિયાન સ્પેશિયલ જજ એ તપાસ એજન્સીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા હતા. જજે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, “હું પહેલા દિવસથી કબૂલાતનામું માંગી રહ્યો છું, પરંતુ ચાર્જશીટ સાથે તે આપવામાં આવ્યું નથી.” જજે વધુમાં ઉમેર્યું કે તેમને સ્ટાર વિટનેસની યાદી પણ આપવામાં આવી નથી. એજન્સીએ દાવો કર્યો હતો કે માહિતી સીલબંધ કવરમાં છે, જેના પર જજે સખત વાંધો ઉઠાવ્યો હતો.
ફાઈલો પણ વાત કરવા લાગે છે’ – જજની મહત્વની ટિપ્પણી
સ્પેશિયલ જજ એ એક રસપ્રદ ટિપ્પણી કરતા કહ્યું કે, “ક્યારેક જ્યારે તમે ઘણી બધી ફાઈલો વાંચો છો, ત્યારે ફાઈલો તમારી સાથે વાત કરવા લાગે છે.” તેમણે સીબીઆઈના વકીલ પાસેથી પ્રમાણિકતાની અપેક્ષા રાખતા કહ્યું કે અત્યાર સુધી તેમને કન્ફેશનલ સ્ટેટમેન્ટની નકલ પણ આપવામાં આવી નથી. કોર્ટે ઠેરવ્યું કે તપાસ એજન્સી આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત કાવતરું સાબિત કરવામાં નિષ્ફળ રહી છે.
આ સમાચાર પણ વાંચો : Instant House Help Apps India: ગૃહિણીઓ માટે મોટી રાહત: એપ પરથી બુક કરો અને ૧૦ મિનિટમાં ઘરકામમાં મદદ મેળવો; શું માત્ર ₹૧૦૦ની આ સ્કીમ સફળ થશે?.
આમ આદમી પાર્ટીમાં ઉજવણીનો માહોલ
આ ચુકાદા બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પક્ષનું કહેવું છે કે આ સત્યની જીત છે અને ભાજપના ઈશારે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા રચવામાં આવેલું ‘ખોટું કૌભાંડ’ હવે ખુલ્લું પડી ગયું છે. કેજરીવાલ અને સિસોદિયાને આરોપમુક્ત કરવાના આ નિર્ણયથી આગામી ચૂંટણીઓમાં પાર્ટીને મોટું રાજકીય બળ મળે તેવી શક્યતા છે.