Site icon

Delhi Excise Policy Scam Case: મનીષ સિસોદિયાને આજે પણ નથી મળી રાહત, રાઉઝ એવન્યુ કોર્ટે 18 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડી વધારી.. જાણો વિગતે..

Delhi Excise Policy Scam Case: સિસોદિયા દારૂ નીતિ કેસમાં 26 ફેબ્રુઆરી 2023થી તિહાર જેલમાં બંધ છે. આ કેસમાં તાજેતરમાં જામીન મેળવનાર આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ પણ કોર્ટમાં હાજર રહ્યા હતા. તે પણ આ કેસમાં આરોપી છે. તેથી સાંસદ સંજય સિંહની પણ આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં રહ્યા હતા

Delhi Excise Policy Scam Case Manish Sisodia did not get relief even today, Rouse Avenue court extended judicial custody till April 18

Delhi Excise Policy Scam Case Manish Sisodia did not get relief even today, Rouse Avenue court extended judicial custody till April 18

  News Continuous Bureau | Mumbai 

  Delhi Excise Policy Scam Case: દિલ્હી દારૂ કૌભાંડના આરોપમાં છેલ્લા એક વર્ષથી જેલમાં બંધ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. આ પહેલા શનિવારે સવારે તેને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેમની જામીન અરજી પર અહીં સુનાવણી થઈ હતી. આ પહેલા 2 એપ્રિલે થયેલી સુનાવણીમાં કોર્ટે તેને 6 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. એક દિવસ પહેલા સિસોદિયાએ પોતાના વિધાનસભા ક્ષેત્ર પટપરગંજના લોકોને પત્ર લખીને કહ્યું હતું કે તેઓ જલ્દી બહાર આવશે. સિસોદિયા દારૂ નીતિ કેસમાં 26 ફેબ્રુઆરી 2023થી તિહાર જેલમાં બંધ છે. આ કેસમાં તાજેતરમાં જામીન મેળવનાર આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ પણ કોર્ટમાં હાજર રહ્યા હતા. તે પણ આ કેસમાં આરોપી છે. તેથી સાંસદ સંજય સિંહની પણ આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં રહ્યા હતા.

Join Our WhatsApp Community

CBI તેમજ EDએ મનીષ સિસોદિયા સામે આરોપ લગાવ્યો હતો કે દિલ્હી એક્સાઈઝ ડ્યુટી પોલિસીમાં સુધારો કરતી વખતે અનિયમિતતાઓ આચરવામાં આવી હતી, લાયસન્સ ધારકોને અનુચિત લાભો આપવામાં આવ્યા હતા, લાઇસન્સ ફી માફ કરવામાં આવી હતી અથવા ઘટાડવામાં આવી હતી અને સક્ષમ અધિકારીની મંજૂરી વગર લાઇસન્સ લંબાવવામાં આવ્યા હતા.

 તો એક દિવસ પહેલા મનીષ સિસોદિયાએ પોતાના પત્રમાં કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું….

તપાસ એજન્સીઓએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે લાભાર્થીઓએ આરોપી અધિકારીઓને કથિત રીતે “ગેરકાયદેસર” લાભો પહોંચાડ્યા હતા અને તપાસથી બચવા માટે તેમના એકાઉન્ટ બુકમાં ખોટી એન્ટ્રીઓ કરી હતી.

સિસોદિયાને 26 ફેબ્રુઆરી, 2023 ના રોજ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા “કૌભાંડ” માં તેમની કથિત ભૂમિકા બદલ ધરપકડ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ CBI FIR સાથે જોડાયેલા મની-લોન્ડરિંગ કેસમાં 9 માર્ચ, 2023ના રોજ સિસોદિયાની ધરપકડ કરી હતી. 28 ફેબ્રુઆરી, 2023 ના રોજ, સિસોદિયાએ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ મહાનગરપાલિકાના આટલા હજાર કર્મચારીઓને પાન-આધાર લિંક ન કરવા બદલ માત્ર એક રૂપિયાનો પગાર મળ્યો.. જાણો વિગતે..

તો એક દિવસ પહેલા મનીષ સિસોદિયાએ પોતાના પત્રમાં કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે પત્રમાં લખ્યું હતું કે, ‘અંગ્રેજોને પણ તેમની શક્તિ પર ખૂબ જ ગર્વ હતો, અંગ્રેજો પણ લોકોને ખોટા આરોપમાં જેલમાં ધકેલી દેતા હતા, અંગ્રેજોએ ગાંધી અને નેલ્સન મંડેલાને પણ ઘણા વર્ષો સુધી જેલમાં રાખ્યા હતા. જો કે, અંગ્રેજોની સરમુખત્યારશાહી પછી પણ આઝાદીનું સ્વપ્ન સાકાર થયું હતું.

મનીષ સિસોદિયાએ આ પત્રમાં વધુમાં લખ્યું હતું કે, વિકસિત દેશ બનવા માટે સારું શિક્ષણ અને શાળાઓ હોવી જરૂરી છે. મને ખુશી છે કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હીમાં શિક્ષણ ક્રાંતિ થઈ છે. પંજાબમાં પણ શિક્ષણ ક્રાંતિના સમાચાર વાંચીને હવે હું રાહત અનુભવું છું. એ જ રીતે એક દિવસ દરેક બાળકને યોગ્ય અને સારું શિક્ષણ મળશે.

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Exit mobile version