Delhi fire: દિલ્હીની પેઇન્ટ ફેક્ટરીમાં ફાટી નીકળી ભીષણ આગ, 11 કામદારો જીવતા હોમાયા, અનેક ઘાયલ; જુઓ વિડિયો..

Delhi fire: દિલ્હીના એક માર્કેટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે. આ ઘટના ઉત્તર દિલ્હીના અલીપુર વિસ્તારમાં દયાલ માર્કેટમાં એક પેઇન્ટ ફેક્ટરીમાં બની હતી. ગુરુવારે મોડી સાંજે માર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યા બાદ એક પણ કામદાર ફેક્ટરીમાંથી બચી શક્યો ન હતો. મૃતક કામદારોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.

by Hiral Meria
Delhi fire 11 killed, 4 injured in massive blaze at Alipur paint factory

News Continuous Bureau | Mumbai 

Delhi fire: દિલ્હીના અલીપુરમાં ( Alipur ) ગુરુવારે મોડી સાંજે એક પેઇન્ટ ફેક્ટરીમાં ( paint factory ) અચાનક આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં આગ એ રુદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને થોડી જ વારમાં આખી ફેક્ટરી આગની લપેટમાં આવી ગઈ. આ દુર્ઘટનામાં 11 કામદારોના મોત થયા હોવાના અહેવાલ છે. તો ઘણા લોકો ઘાયલ થયા છે. 

જુઓ વિડીયો

22 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 22 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અથાક જહેમત બાદ ફાયરના જવાનોએ ( Firemen ) આગ પર કાબુ મેળવ્યો હતો. મૃતકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. દરમિયાન આગમાં ઘાયલ થયેલા કામદારોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  Bharat Bandh: ખેડૂતોના આંદોલન વચ્ચે આજે ભારત બંધ, નોઈડામાં કલમ 144 લાગુ.. જાણો પંજાબ, હરિયાણા અને યુપીમાં આની કેટલી અસર પડશે..

આકાશમાં ધુમાડાના ગોટેગોટા

પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હીના અલીપુરમાં પેઇન્ટ ફેક્ટરી છે. ગુરુવારે આ ફેક્ટરીમાં કામદારો કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક ભયાનક આગ ફાટી ( Fire Breaks out ) નીકળી હતી. આગ એટલી ભીષણ હતી કે ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. જેના કારણે કામદારોને બહાર નીકળવાની તક મળી ન હતી. આગમાં 11 કામદારોના મોત થયા. દરમિયાન આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ  ( Viral Video ) થઈ રહ્યો છે. તેમાં, એક વિશાળ આગ ફેક્ટરીને ઘેરી લે છે અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉછળતા જોઈ શકાય છે. પ્રાથમિક માહિતી મુજબ કારખાનામાં વિસ્ફોટના કારણે આગ લાગી હોઈ શકે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More