Site icon

Delhi HC : દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રને આદેશ આપ્યો, ‘આપ’ ને ઓફિસ માટે જમીન આપવા અંગે આટલા દિવસમાં લો નિર્ણય..

Delhi HC : કોર્ટે AAPને ઓફિસ ની જમીન માટે કેન્દ્રને 10 દિવસનો સમય આપ્યો છે. હવે આ મામલે 25 જુલાઈએ સુનાવણી થશે.

Delhi High court order Central government on allotment of office space to AAP

Delhi High court order Central government on allotment of office space to AAP

News Continuous Bureau | Mumbai

Delhi HC : આમ આદમી પાર્ટી (AAP) એ દિલ્હી હાઈકોર્ટ ( Delhi High court ) માં અરજી દાખલ કરીને કેન્દ્ર સરકાર ( Central govt ) ને પાર્ટી કાર્યાલય બનાવવા માટે જમીન આપવા વિનંતી કરી છે. આ મામલામાં દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે તેઓ અસ્થાયી રૂપે આમ આદમી પાર્ટીને ઓફિસ માટે જમીન ( Land for office ) આપવાનો નિર્ણય કરે. દિલ્હી હાઈકોર્ટે AAPની અરજી પર નિર્ણય લેવા માટે કેન્દ્ર સરકારને 10 દિવસનો સમય આપ્યો છે. હવે આ મામલે 25 જુલાઈએ સુનાવણી થશે.

Join Our WhatsApp Community

જણાવી દઈએ કે આ પહેલા કેન્દ્ર સરકારે AAPની વિનંતી પર વિચાર કરવા માટે 4 અઠવાડિયાનો સમય માંગ્યો હતો.

Delhi HC :પાર્ટી કાર્યાલય માટે જમીન મેળવવાના હકદાર

અગાઉ આ મામલામાં સુનાવણી 5 જૂને થઈ હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ કોર્ટમાં દલીલ કરી છે કે તે એક માન્ય રાજકીય પક્ષ ( Political Party )  છીએ. આવી સ્થિતિમાં દિલ્હીમાં અન્ય રાજકીય પક્ષોની જેમ તેઓ પણ દિલ્હીમાં પાર્ટી કાર્યાલય માટે જમીન મેળવવાના હકદાર છીએ. કોર્ટે AAPની આ દલીલની નોંધ લીધી હતી અને કેન્દ્ર સરકારને 6 અઠવાડિયાનો સમય આપ્યો હતો. આ સમયગાળો પૂરો થયા પછી, AAPને કાર્યાલય માટે જમીનની ફાળવણી અંગે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને હાઇકોર્ટે તેના પર નિર્ણય લેવા માટે કેન્દ્રને 10 દિવસનો સમય આપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Kannur petrol pump horror: પોલીસકર્મીએ બતાવ્યો વર્દીનો રૌફ; પેટ્રોલ પંપના એટેન્ડન્ટને ઇંધણના પૈસા માંગવા પર સુધી કારના બોનટ પર 1 કિમી ઢસડ્યો.. જુઓ વિડીયો

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 15 જૂન સુધીમાં દિલ્હીમાં AAPની રાઉઝ એવન્યુ ઓફિસ ( Rouse avenue office )  ખાલી કરવાનો નિર્દેશ આપ્યો હતો. જે બાદ AAPએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી કે આ આદેશ બાદ કોર્ટે કેન્દ્ર સરકારને તેમને વૈકલ્પિક જમીન ફાળવવાનો નિર્દેશ આપવો જોઈએ. તમને જણાવી દઈએ કે હાલમાં આમ આદમી પાર્ટીનું કાર્યાલય દિલ્હીના દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર છે.

Western Railway Special Train: પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને મંગલુરુ વચ્ચે સ્પેશિયલ ટ્રેન
Pawan Hans Helicopter Crash Andaman: સમુદ્રની લહેરો વચ્ચે મોતનો ખેલ! અંદમાનમાં પવન હંસ હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ; પાયલોટે જાનની બાજી લગાવી ૭ મુસાફરોને ઉગાર્યા.
Jeera Price 2026: જીરામાં નવી સિઝનની રાહ : માંગ કરતા પુરવઠો વધવાના સંકેત
Youth Congress President Arrested: દિલ્હીમાં AI સમિટ દરમિયાન ‘શર્ટલેસ’ પ્રદર્શન બદલ યુવા કોંગ્રેસના અધ્યક્ષ ઉદય ભાનુ ચિબની ધરપકડ; પોલીસ સ્ટેશન બહાર ચુસ્ત બંદોબસ્ત.
Exit mobile version