Site icon News Continuous Bureau | Mumbai

દિલ્હીમાં આ ફ્લેવરનો હુક્કો પીવાની મળી છૂટ; રેસ્ટોરાં અને બાર માલિકોએ હાઇકોર્ટમાં કરી હતી અરજી: જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 17 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

હુક્કા પ્રેમીઓ દિલ્હીમાં હવે છૂટથી હુક્કા પી શકશે. દિલ્હી હાઈકોર્ટે હુક્કાના વેચાણ માટે મંજૂરી આપી છે. જોકે બધા પ્રકારના હુક્કા માટે નહિ ફક્ત હર્બલ હુક્કાને જ મંજૂરી મળી છે. 

દિલ્હી હાઈકોર્ટે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં રેસ્ટોરાં અને બારમાં 'હર્બલ હુક્કા'ના કામચલાઉ ઉપયોગને મંજૂરી આપી હતી. એવું કહેવાય છે કે હર્બલ હુક્કા ઓર્ગેનિક જડીબુટ્ટીઓમાંથી બનાવવામાં આવે છે અને તેમાં તમાકુ નથી હોતું. અસંખ્ય રેસ્ટોરાં અને બાર માલિકોએ હર્બલ ફ્લેવર્ડ હુક્કાના વેચાણ અને સેવા પર પ્રતિબંધ વિરુદ્ધ અરજીઓ દાખલ કરી હતી. જેની સુનાવણી દિલ્હી હાઇકોર્ટમાં થઈ હતી.

અરે વાહ! મુંબઈમાં કોરોના આટોપી જવાની દિશામાં, શહેરમાં માત્ર એક જ કોરોના દર્દીનું થયું મોત; જાણો આજે કેટલા નવા કેસ આવ્યા સામે

જસ્ટિસ રેખા પલ્લીએ કહ્યું કે કોવિડ-19ના કારણે લાદવામાં આવેલા પ્રતિબંધ અનિશ્ચિત સમય માટે ચાલુ રાખી શકાય નહીં. તેમણે એમ પણ કહ્યું કે સિનેમા હોલ અને સ્વિમિંગ પૂલને પહેલાથી જ સંપૂર્ણ ક્ષમતાથી ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. તેથી બાર અને રેસ્ટોરન્ટ્સ બાંયધરી આપે કે કોરોના વાયરસના તમામ પ્રોટોકોલના પાલન કરીને માત્ર હર્બલ હુક્કા જ વેચવામાં આવશે.

હર્બલ હુક્કાનો ઉપયોગ કરવા માટે કોઈ લાઇસન્સ જરૂરી નથી, કારણ કે તેમાં તમાકુ નથી. જોકે પોલીસ દ્વારા હર્બલ હુક્કાના વેચાણ પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરમિયાન, કોરોના ફાટી નીકળવાના સમયે, દિલ્હી સરકારે કહ્યું હતું કે જાહેર સ્થળોએ હુક્કાના ઉપયોગથી કોરોનાનો ફેલાવો વધી શકે છે, તેથી તેના પર પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

LK Advani Admitted To Hospital ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ બાદ અપોલોમાં સારવાર શરૂ, તબિયત સ્થિર
Election Commission Bows To Outrage Over SIR સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ઝૂક્યું ચૂંટણી પંચ, ૨૪ કલાકની અંદર બદલી નાખ્યા બે મોટા નિયમો..
Delhi Police Statement After Dipke Detention તિરંગા માર્ચ પર મોટો વિવાદ! અભિજિત દીપકેની અટકાયત બાદ પોલીસની લાલ આંખ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સાવધાન
Abhijit Dipke Detained Outside Residence ઘરેથી નીકળતાં જ અભિજિત દીપકેની અટકાયત કનોટ પ્લેસમાં તિરંગા માર્ચ માટે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે લીધા તાબામાં
Exit mobile version