News Continuous Bureau | Mumbai
Delhi High Court: દિલ્હી હાઈકોર્ટે મંગળવારે ડિવોર્સ કેસ ( Divorce Case ) માં મહત્વની ટિપ્પણી કરી છે. આ મામલામાં પતિએ પત્ની પાસે એમ કહેતા ડિવોર્સની માંગ કરી રહી હતી કે તે તેના ઘરે તેને ઘર જમાઈ બનાવીને રાખવા માંગે છે અને તેની સાથે શારીરિક સંબંધ ( physical relationship ) સ્થાપિત કરવાનો ઈનકાર કરી રહી છે. એવામાં કોર્ટે કહ્યું, “પતિ કે પત્ની ( husband wife ) દ્વારા પોતાના સાથી સાથે સેક્સ કરવાનો ઈનકરા કરવો માનસિક ક્રૂરતા ( Mental Cruelty ) છે.”
જોકે કોર્ટે આ મામલે આગળ કહ્યું કે જીવનસાથીને શારીરિક સંબંધની ના પાડી દેવી એ માનસિક ક્રૂરતા તો છે જ પણ એ ક્રૂરતા ત્યારે ગણાશે જ્યારે એક સાથીએ લાંબા સમય સુધી જાણીજોઈને આવું કર્યું હોય. આ મામલે એવું નથી એટલા માટે કોર્ટે પતિની તરફેણમાં આવેલા નીચલી કોર્ટના ચુકાદાને રદ કરી દીધો જેમાં બંનેના છુટાછેડાને મંજૂરી આપવામાં આવી હતી.
ડિવોર્સ ( Divorce ) નથી ઈચ્છતી પત્ની…
કોર્ટે કહ્યું કે આ ખૂબ જ સંવેદનશીલ કેસ છે. કોર્ટે આવા કેસ પર સુનાવણી વખતે સાવચેત રહેવાની જરૂર છે. વિવાહિત જોડા વચ્ચે સામાન્ય મતભેદ અને વિશ્વાસના અભાવને માનસિક ક્રૂરતા ન કહી શકાય. પતિએ પત્ની દ્વારા માનસિક ક્રૂરતાને લીધે તલાકની માગ કરી આરોપ મૂક્યો કે તેને સાસરિયામાં તેની સાથે રહેવામાં કોઈ રસ નથી અને તે ઈચ્છતી હતી કે તેનો પતિ તેની સાથે ઘર જમાઈ બનીને રહે.
આ સમાચાર પણ વાંચો : World Cup 2023: વર્લ્ડ કપ 2023માં પહોંચ્યું ઈઝરાયેલ- હમાસ યુદ્ધ, ચાલુ મેચમાં પાકિસ્તાની ચાહકોએ પેલેસ્ટાઇનનો ધ્વજ લહેરાવાયો, 4 લોકોની અટકાયત.. જાણો સમગ્ર મામલો વિગતે અહીં..
પત્નીની અપીલની સુનાવણી ( Hearing ) કરતા ન્યાયમૂર્તિ સંજીવ સચદેવાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે જો કે જાતીય સંભોગનો ઇનકાર એ માનસિક ક્રૂરતાનું એક સ્વરૂપ ગણી શકાય, જ્યારે તે સતત, ઇરાદાપૂર્વક અને લાંબા સમય સુધી હોય તો. જો કે બેન્ચે જણાવ્યું હતું કે આવા સંવેદનશીલ અને નાજુક મુદ્દા સાથે વ્યવહાર કરવામાં અદાલતે “અત્યંત સાવધાની” રાખવાની જરૂર છે.
કોર્ટે કહ્યું કે આવા આરોપોને માત્ર અસ્પષ્ટ નિવેદનોના આધારે સાબિત કરી શકાય નહીં, ખાસ કરીને જ્યારે લગ્ન વિધિવત રીતે કરવામાં આવ્યા હોય. ખંડપીઠે અવલોકન કર્યું કે પતિ તેના પર લાદવામાં આવેલી કોઈપણ માનસિક ક્રૂરતાને સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે અને હાલનો કેસ ‘વૈવાહિક બંધનમાં સામાન્ય મતભેદનો માત્ર કેસ છે.’