News Continuous Bureau | Mumbai
Delhi IGI Airport Accident :પાટનગર દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ના ટર્મિનલ 1 પરથી એરક્રાફ્ટની કામગીરી અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે. અહીં આજે વહેલી સવારે જ છતનો મોટો હિસ્સો ધરાશાયી થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 6 ઘાયલ થયા હતા.
Delhi IGI Airport Accident :છત તૂટી પડ્યા હોવાનું કારણોની તપાસ ચાલુ
મીડિયા રિપોર્ટ મુજબ દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે કહ્યું કે, ટર્મિનલ 1ના જૂના ભાગની એક છત પડી જવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સવારે 5 વાગ્યે છતનો આ ભાગ પડી ગયો હતો. એજન્સીનું કહેવું છે કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે છત શા માટે પડી, પરંતુ હાલમાં તેના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : NEET paper leak : NEET પેપર લીક મામલે વિપક્ષનું વિરોધ પ્રદર્શન, આ કોંગ્રેસી સાંસદ થયા બેહોશ, હોસ્પિટલ ખસેડાયા; જુઓ વિડીયો
Delhi IGI Airport Accident :દિલ્હીમાં સરેરાશ માત્ર 75.2 મીમી વરસાદ થયો
અહેવાલો મુજબ આ 1936 પછીનો સૌથી વધુ વરસાદ છે. છેલ્લા 30 વર્ષમાં દિલ્હીમાં સરેરાશ માત્ર 75.2 મીમી વરસાદ થયો છે. એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે દુર્ઘટના બાદ તરત જ દિલ્હી એરપોર્ટ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ઘટના બાદ તરત જ ફાયર ફાઈટીંગ, મેડિકલ ટીમ અને કામગીરી શરૂ કરી દીધી હતી.