News Continuous Bureau | Mumbai
Delhi Liquor Policy Scam: દિલ્હી (Delhi) ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના લોકસભા સાંસદ મહુઆ મોઇત્રા (Mahua Moitra) ને ગુરુવારે દિલ્હીમાં બે અલગ-અલગ કેસમાં પૂછપરછ કરવામાં આવશે. ED દિલ્હીના મુખ્યમંત્રીની કથિત દારૂ નીતિ કૌભાંડ (Delhi liquor Case) માં પૂછપરછ કરવા જઈ રહી છે. જ્યારે મહુઆએ કેશ ફોર ક્વેરી (Cash for Query) એટલે કે રોકડ લઈને પ્રશ્નો પૂછવાના મામલે લોકસભાની એથિક્સ કમિટીના પ્રશ્નોના જવાબ આપવાનો છે.
દિલ્હી લિકર સ્કેમ કેસ દિવસે દિવસે હાઈ પ્રોફાઈલ બનતો જઈ રહ્યો છે. જે કેસમાં સંજય સિંહથી લઈ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા પણ અટવાયેલા છે અને તપાસનો ગાળિયો જેમના ફરતે ફરી રહ્યો છે તે નેતાઓની છુટવાની વાત તો બાજુએ રહી ગઈ સામે હવે ખુદ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ જ તપાસના સાણસામાં આવી ગયા હોય એમ લાગે છે.
2नों 2 नंबरी 2 नवंबर को हाज़िर हों
— Dr Nishikant Dubey (@nishikant_dubey) November 1, 2023
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લીકર કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સામે હાજર થશે જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવશે. આ સિવાય તૃણમૂલ કોંગ્રેસના લોકસભા સાંસદ મહુઆ મોઇત્રા પણ ‘કેશ ફોર ક્વેરી’ એટલે કે રોકડ લઈને પ્રશ્નો પૂછવાના મામલે લોકસભાની એથિક્સ કમિટીના સવાલોના જવાબ આપશે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ બંને વિપક્ષી નેતાઓ પર કટાક્ષ કર્યો છે અને કહ્યું છે કે ‘બંને 2 નંબરી’ છે.
આ સમાચાર પણ વાંચો :Port Louis: ચીનને હંફાવવા મોરેશિયસમાં ભારતે વિશાળ સૈન્યમથક બનાવ્યું, હિન્દ મહાસાગરમાં ડ્રેગન સામેનો મોરચો થશે મજબૂત… જાણો સંપુર્ણ મુદ્દો વિગતે અહીં..
ED ઓફિસ પહોંચતા ધરપકડ થઈ શકે છે…
આજે એટલે કે 2 નવેમ્બરના રોજ ઈડી દ્વારા તેમને તપાસ ટીમ સામે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે, ત્યારે આપને જણાવી દઈએ કે આ પહેલા પણ સીબીઆઈ કેજરીવાલને આ મુદ્દે સમન્સ પાઠવી ચુકી છે અને 9 કલાક કરતા વધારે સમય સુધી પુછપરછ પણ કરી ચુકી છે. સંજયસિંગ અને મનિષ સિસોદિયા જેલમાં છે ત્યારે ના માત્ર દારૂ કાંડ પણ કેજરીવાલનું નામ વિપક્ષના નિશાના પર ડીટીસી બસ, રાજનેતાઓની જાસુસી, સીએમ આવાસ સમારકામ પાછળ કરોડોનો ખર્ચ જેવા કેસમાં રહ્યા છે.
દિલ્હી દારૂ કૌભાંડમાં ED કેજરીવાલની પૂછપરછ કરવા જઈ રહી છે. જેમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ થઈ ચૂકી છે. બીજેપી નેતા નિશિકાંત દુબેએ મહુઆ પર સંસદમાં પૈસા લેવા અને પ્રશ્નો પૂછવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે મહુઆ મોઇત્રાએ લોકસભાની એથિક્સ કમિટી પાસે જવું પડશે જે આ મામલે તેમની પૂછપરછ કરશે. AAPનું કહેવું છે કે કેજરીવાલ તેના પ્રશ્નોના જવાબ આપવા માટે EDની ઓફિસ જઈ શકે છે. ત્યારે તેમની ધરપકડ પણ થઈ શકે છે. આ કેસમાં સંજય સિંહ અને મનીષ સિસોદિયાની ધરપકડ થઈ ચૂકી છે. આ જ કારણે પાર્ટી હવે પોતાના સૌથી મોટા ચહેરાની ધરપકડથી ડરી રહી છે. મહુઆ સાથે આવું કઈ પણ થાય તેવુ જણાતુ નથી. પરંતુ આ પૂછપરછ પછી તેમની સ્વચ્છ છબી પર ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે ડાઘ લાગી શકે છે.