News Continuous Bureau | Mumbai
Delhi- Mumbai Police: ભારતીય ક્રિકેટ ટીમે ( Indian Cricket Team ) ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ( ICC World Cup 2023 ) ની પ્રથમ સેમિફાઇનલમાં ( IND Vs NZ ) ન્યૂઝીલેન્ડને ( New Zealand ) 70 રનથી હરાવ્યું હતું. વિરાટ કોહલી ( Virat Kohli ) ની વર્લ્ડ રેકોર્ડ 50મી ODI સદી અને શ્રેયસ અય્યર ( Shreyas Iyer ) ની શાનદાર સદી બાદ બુધવારે મોહમ્મદ શમી ( Mohammed Shami ) ની શાનદાર બોલિંગ ટીમને વર્લ્ડ કપ ફાઇનલમાં લઈ ગઈ. આખો દેશ આ જીતની ઉજવણી કરી રહ્યો છે અને આ ઉજવણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ દ્વારા પણ દેખાઈ રહી છે. લોકો આ મેચને લગતી પોસ્ટ, વીડિયો અને મીમ્સ શેર કરી રહ્યા છે. જ્યારે મુંબઈ ( Mumbai Police ) અને દિલ્હી પોલીસ ( Delhi Police ) ના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પણ તેમાં જોડાયા ત્યારે તે વધુ મજેદાર બની ગયું.
.@MumbaiPolice hope you do not book @MdShami11 for the tonight’s assault.#INDvsNZ#CWC2023#Shami pic.twitter.com/ehJ0IrW7zD
— Delhi Police (@DelhiPolice) November 15, 2023
દિલ્હી પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શમીના પ્રદર્શન અંગે, દિલ્હી પોલીસે મુંબઈ પોલીસને ટેગ કરી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી જે વાયરલ ( Viral Post ) થઈ હતી. મેચ બાદ દિલ્હી પોલીસે લખ્યું, ‘મુંબઈ પોલીસ, અમે આશા રાખીએ છીએ કે તમે આજે થયેલા હુમલા માટે મોહમ્મદ શમીની ધરપકડ નહીં કરો.’
You missed pressing charges of stealing innumerable hearts @DelhiPolice and listing a couple of co-accused too😂
P.S.: Dear citizens, both the departments know the IPC thoroughly and trust you for a great sense of humour 😊 https://t.co/TDnqHuvTZj
— मुंबई पोलीस – Mumbai Police (@MumbaiPolice) November 15, 2023
મુંબઈ પોલીસે પણ તરત જ દિલ્હી પોલીસની પોસ્ટનો મસ્ત જવાબ આપ્યો અને લખ્યું, ‘દિલ્હી પોલીસ, તમે અસંખ્ય લોકોના દિલ ચોરવા માટેની કલમો લગાવવાનું ભૂલી ગયા છો અને તમે સહ-આરોપીઓની યાદી પણ આપી નથી.’ અહીં મુંબઈ પોલીસ મેચના હીરો વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, શુભમન ગિલ, કેએલ રાહુલ તરફ ઈશારો કરી રહી હતી, જેમના વિશે દિલ્હી પોલીસે લખ્યું ન હતું. થોડી જ વારમાં આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.
આ સાથે મુંબઈ પોલીસે ગુજરાત પોલીસને ટ્વીટ કરી લખ્યું હતું વિજય રથ ચા સ્વાગત કરાયલા તૈયાર આહાત ના જેના જવાબમાં અમદાવાદ પોલીસે હા હમ તૈયાર હૈ, તેવી ટ્વીટ કરી હતી.
શમીના શાનદાર પ્રર્દશન બાદ મળ્યો મેન ઓફ ધ મેચ….
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં મોહમ્મદ શમીએ 57 રનમાં 7 વિકેટ ઝડપી હતી અને ભારતને 70 રનથી જીત અપાવી હતી. કોઈપણ ભારતીય બોલર દ્વારા વનડે મેચમાં અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. શમી વર્લ્ડ કપમાં માત્ર 17 ઇનિંગ્સમાં 50 વિકેટ લેનારો પ્રથમ બોલર બની ગયો છે. જેના કારણે તેણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલર મિચેલ સ્ટાર્કની વિશેષ ઉપલબ્ધિ પોતાના નામે કરી લીધી છે.
Because of him and the entire #IndianCricketTeam we are celebrating Choti Diwali.
Will Celebrate Diwali again on 19th Nov#IndiaVsNewZealand #INDvsNZ #CWC23 https://t.co/Ue1pJlox6Q
— Deepak Arora (@iAroraDeepak) November 15, 2023
આ સમાચાર પણ વાંચો : Mohammed Shami Life Story: મોહમ્મદ શમી એક સમયે સુસાઇડ કરવા તૈયાર થઇ ગયેલો અને આજે બની ગયો દેશનો હીરો.. જાણો શમીની આ અસાધારણ સફળતાની વાર્તા..
સેમી ફાઈનલ મેચમાં જ્યારે ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે એક મોટો ટાર્ગેટ રાખ્યો હતો, ત્યારે બધા માની રહ્યા હતા કે ટીમ ઈન્ડિયા સરળતાથી મેચ જીતી જશે. આ પછી ન્યૂઝીલેન્ડની ટીમ જ્યારે બેટિંગ કરવા ઉતરી ત્યારે તેની શરૂઆત ખરાબ રહી હતી અને 39 રનમાં તેની બે વિકેટ પડી ગઈ હતી. પરંતુ આ પછી, જ્યારે મિશેલ અને કેપ્ટન કેન વિલિયમસને ત્રીજી વિકેટ માટે 181 રનની ઝડપી ભાગીદારી કરી ત્યારે મેચમાં રસાકસી ઊભી થઈ.
ન્યૂઝીલેન્ડ પાસે સારા બેટ્સમેન હોવાથી અને વાનખેડેની પીચ બેટ્સમેન માટે સારી ગણાતી હોવાથી સૌને આ પાર્ટનરશિપ તૂટે તેની પ્રતીક્ષા હતી. જે કામ શામીએ કર્યું હતું. શમીએ આવતાની સાથે કેન વિલિયમસનની મહત્વની વિકેટ લઈને આ લાંબી ભાગીદારીને તોડી નાખી. શમીએ આ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. આ પછી ન્યુઝીલેન્ડની ટીમ દબાણમાં આવી ગઈ. જોકે, ફિલિપ્સ અને મિશેલ વચ્ચે પાંચમી વિકેટ માટે 75 રનની ભાગીદારી થઈ હતી. જેને બુમરાહે તોડી હતી. બાદમાં શમીએ વધુ 3 વિકેટ લીધી અને આખી ટીમ 327 પર સમેટાઈ ગઈ. આ શાનદાર પ્રદર્શન માટે શમીને ‘મેન ઓફ ધ મેચ’ આપવામાં આવ્યો હતો.
