રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આજે હળવા વરસાદના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે.
દિલ્લીમાં આજે વાદળો વરસ્યા છે જેનાથી તાપમાનમાં ઘટાડો થયો છે અને હવામાન આહલાદક થઈ ગયુ છે.
હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આજે દિલ્લીમાં વરસાદના કારણે કરાવૃષ્ટિ પણ થઈ શકે છે. એટલુ જ નહિ 13 માર્ચ 2021 સુધી ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને ઓરિસ્સામાં હળવો વરસાદ થઈ શકે છે.
વળી, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, તટીય કર્ણાટક અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના અમુક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. વળી, ક્યાંક કરાવૃષ્ટિ ની પણ સંભાવના છે.
