ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૯ જૂન ૨૦૨૧
મંગળવાર
દેશનાં ઘણાં રાજ્યોમાં કોરોનાનું ડેલ્ટા પ્લસ વેરિયન્ટ જોવા મળ્યું છે. હવે આ મુદ્દે નૅશનલ ઍડ્વાઇઝરી ગ્રુપઑફ ઇમ્યુનાઇઝેશન (NTFI)ના અધ્યક્ષ ડૉ. એન. કે. અરોરાએ મીડિયાને કહ્યું છે કે “કોરોનાના અન્ય વેરિયન્ટની તુલનામાં, ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ઝડપથી અને સરળતાથી ફેફસાં સુધી પહોંચે છે. જોકેઆનો અર્થ એ નથી કે આ વેરિયેન્ટ પ્રમાણમાં વધુ સંક્રમક છે.”
આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશનાં ૧૨ રાજ્યોમાં કુલ ૫૧ કેસ આ નવા વેરિયન્ટના નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ ૨૦ કેસ મહારાષ્ટ્રમાં છે. ડૉ. અરોરાએ ઉમેર્યું હતું કે જ્યારે વધુ કેસો નોંધાશે ત્યારે ડેલ્ટા પ્લસ વેરિયન્ટની અસર અંગે વધુ સ્પષ્ટપણે જાણી શકાશે, જેમને રસીનો એક અથવા બંને ડોઝ મળી ગયા છે તે તમામ લોકોમાં આ વેરિયન્ટની અસર ઓછી થશે.”
ભારતમાં કોરોનાના વળતા પાણી, છેલ્લા 24 કલાકમાં 40 હજારથી ઓછા કેસ નોંધાયા ; જાણો આજના નવા આંકડા
ઉલ્લેખનીય છે કે તેમણે રસીકરણ પર ભાર આપવાનો મત વ્યક્ત કરતાં ટાંક્યું હતું કે જો રસીકરણ વધુ ઝડપી બનશે તો ત્રીજી લહેરની સંભાવના ઓછી થઈ જશે. ઉપરાંત કોરોના રસીની સાથે, માસ્ક પહેરવાનું અને બે ગજનું અંતર જાળવવું પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે.