ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 25 ઓક્ટોબર, 2021.
સોમવાર.
ભારતમાં ઘટી રહેલા કોરોના સંક્રમણના કેસ વચ્ચે એક ચિંતાજનક વાત સામે આવી છે.
બ્રિટન અને યુરોપના અનેક દેશોમાં તબાહી મચાવનારો કોવિડનો નવો વેરિએન્ટ Delta Plus – AY.4.2 હવે ભારતમાં પણ સામે આવ્યો છે.
હાલ Delta Plus – AY.4.2ના ડેટા ફક્ત યુકેથી આવ્યા છે અને ભારતમાં પણ તેના કેટલાક કેસ સામે આવ્યા છે. વૈજ્ઞાનિકો તેના પર નજર રાખી રહ્યા છે.
વૈજ્ઞાનિકો અનુસાર આ વેરિએન્ટ ડેલ્ટા વેરિએન્ટની સરખામણીએ વધારે સંક્રામક છે.
જોકે નવો વેરિએન્ટ કોવિડ વેક્સિન દ્વારા બનેલી ઈમ્યુનિટીને નબળી પાડી રહ્યો છે તે અંગે હજુ કોઈ જ પુરાવા નથી મળ્યા.
આ સાથે જ હજુ એ અંગેના પણ ખૂબ જ ઓછા પુરાવા મળ્યા છે કે, સંક્રમણથી થતી બીમારી અને મૃત્યુ પણ આ નવા મ્યુટેશન સાથે સંકળાયેલા છે.
હાલ યુકેના વૈજ્ઞાનિકોએ તેને વેરિએન્ટ અંડર ઈન્વેસ્ટિગેશન તરીકે ક્લાસિફાઈ કર્યો છે.