News Continuous Bureau | Mumbai
Dengue Eggs Spread: વર્ષોથી આપણને કહેવામાં આવ્યું હતું કે ડેન્ગ્યુના મચ્છર (Dengue Mosquito) પાણીમાં પ્રજનન કરી શકે છે, તેથી પાણીને ક્યાંય પણ એકઠું થવા દેવું જોઈએ નહીં. કારણ કે તેનાથી મચ્છરોની ઉત્પત્તિ થાય છે અને તમને તેનાથી ડેન્ગ્યુ થઈ શકે છે. જો કે હવે આ સંશોધનમાં IIT મંડી (IIT Mandi) ના વૈજ્ઞાનિકોએ(Scientist) ઈન્સ્ટેમ બેંગલુરુની મદદથી શોધી કાઢ્યું છે કે આ માત્ર અડધુ સત્ય છે. કારણ કે ડેન્ગ્યુ અને ઝીકા વાયરસ ફેલાવતા મચ્છરોના ઈંડા પાણી વગર પણ જીવી શકે છે અને જ્યારે યોગ્ય સ્થિતિ મળે ત્યારે તેમની સંખ્યા વધારી શકે છે.
PLOS બાયોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પાણીની અછત હોય ત્યારે મચ્છરના ઇંડા એક સ્થિતિમાં પ્રવેશ કરે છે, જે ગર્ભને પાણીના અભાવને કારણે થતા નુકસાનને સહન કરવા સક્ષમ બનાવે છે. આ ઉપરાંત, જ્યારે તેઓ ફરીથી પાણી મેળવે છે, ત્યારે તેઓ તે સ્થિતિમાં તેમના વિકાસ ચક્રને પૂર્ણ કરવા માટે ઉચ્ચ કેલરી લિપિડનો ઉપયોગ કરે છે.
આ સમાચાર પણ વાંચો : Jammu Kashmir: પાકિસ્તાને ફરી કર્યો યુદ્ધવિરામનો ભંગ, અરનિયા સેક્ટરમાં કરાયો ગોળીબાર, ભારતે આપ્યો જડબાતોડ જવાબ..
મચ્છરોની વસ્તી અને તેના દ્વારા ફેલાતા રોગોને નિયંત્રિત કરી શકાય….
વૈજ્ઞાનિકોએ કહ્યું કે, અમારું સંશોધન દર્શાવે છે કે મચ્છરોના ઈંડામાં એક એવી મિકેનિઝમ છે જે તેમને પાણી વિના પણ જીવિત રાખે છે અને મચ્છરોની આ નીતિ આપણને એક આધાર આપે છે જેનાથી આપણે તેમની સંખ્યાને નિયંત્રિત કરી શકીએ છીએ. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, મચ્છરોની વસ્તી અને તેના દ્વારા ફેલાતા રોગોને નિયંત્રિત કરી શકાય છે.
આ સંશોધન પર કામ કરી રહેલા વૈજ્ઞાનિક ડૉ. બક્તવાચલુએ જણાવ્યું હતું કે, મૂળભૂત રીતે આ પૃથ્વી પર કોઈપણ વ્યક્તિનું જીવન પાણી પર નિર્ભર છે, પાણીની ગેરહાજરીમાં, કુદરતે દરેક જીવને તેના વિના શક્ય સમય સુધી ટકી રહેવાની ક્ષમતા આપી છે. . મચ્છરના ઈંડામાં પણ આ ગુણ હોય છે. આ સંશોધન દ્વારા એવી ટેક્નોલોજી વિકસાવી શકાય છે જે દર વર્ષે ડેન્ગ્યુથી મૃત્યુ પામેલા સેંકડો દર્દીઓના જીવ બચાવશે.