ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
અયોધ્યા
31 જુલાઈ 2020
ભૂમિપૂજન પ્રસંગે અયોધ્યા ખાતે 200 જેટલા ખાસ અતિથિઓ ઉપસ્થિત રહેવાના છે. જેને લઇને સેન્ટ્રલ ફોર્સીસને જવાબદારી સોંપાઈ છે. આવનારા VIP લોકોની સાથે સાથે સેન્ટ્રલ ફોર્સીસ અયોધ્યામાં મંદિર માટે ભેટ માં આવેલા સોના ચાંદીની ઈટો અને કીમતી ઘરેણાની સુરક્ષા પણ કરી રહ્યા છે..
વાસ્તવમાં જ્યારે સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામમંદિરના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો ત્યારથી જ રામ ભક્તોએ અહીં મંદિર નિર્માણ માટે જુદા જુદા સ્વરૂપે સોના ચાંદીનું દાન કરવાની શરૂઆત કરી દીધી હતી. તેમાં પણ પાંચ ઓગસ્ટે ભૂમિપૂજનની તારીખ નક્કી થયા બાદ આવી ભેટોમાં ખૂબ ઉછાળો આવ્યો છે. એટલી બધી સોના-ચાંદીની ઈંટો આવી છે કે રામ મંદિર ટ્રસ્ટના સભ્યો, એ સમજી શકતા નથી કે આખરે, આટલા બધા સોના ચાંદી નો ઉપયોગ ક્યાં કરવો અને હાલ આ કિંમતી ધાતુને સાચવવી ક્યાં.?? કારણ કે ટ્રસ્ટ પાસે હાલ કોઈ લોકર પણ નથી. છેવટે સોના ચાંદીની સુરક્ષાને સેન્ટ્રલ ફોર્સના હવાલે કરવામાં આવી છે.
સોના ચાંદીની સુરક્ષાને લઇને ટ્રસ્ટ દ્વારા ખાસ અપીલ કરવી પડી છે કે ભક્તો કિંમતી ધાતુના બદલે રોકડ માં અને ઓનલાઈન બેંક એકાઉન્ટમાં જ પૈસાનું દાન આપે. જેથી એને સાચવું સરળ પડે. જેને લઇને રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવે એક વિડીયો સંદેશો પણ જારી કર્યો છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
