Site icon

શું સરકારે એરલાઈન્સ ને ચીની નાગરિકોને ભારત ન લાવવા કહ્યું હતું?  જાણો ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહે શું જવાબ આપ્યો.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

28 ડિસેમ્બર 2020 

ભારત અને ચીન (ભારત-ચીન સ્ટેન્ડઓફ) વચ્ચેનો સરહદ વિવાદ હવે હવાઈ મુસાફરી સુધી પહોંચી ગયો છે. અહેવાલ મુજબ, ચીને તાજેતરમાં જ ભારતીય નાગરિકોના ચીનમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે ભારત સરકારે વળતો  જવાબ આપ્યો છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે તમામ એરલાઇન્સને અનૌપચારિક રીતે કહ્યું છે કે તેઓ ચીનના નાગરિકોને ભારત ન લાવે. કહેવાય છે કે, છેલ્લા એક અઠવાડિયાથી ભારતીય અને વિદેશી એરલાઇન્સને ચીનના નાગરિકો સાથે ભારત ન આવવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. 

અહેવાલમાં જણાવાયું છે કે ભારત સરકારની અનૌપચારિક સૂચનાઓ પર, કેટલીક વિમાન કંપનીઓએ તેના પર લેખિતમાં આવી સૂચનાઓ માંગી છે. જેથી તેઓ ચાઇનીઝ નાગરિકોને ઇનકાર કરી શકે કે જેમણે ભારત માટે હવાઈ ટિકિટ બુક કરાવી હોય..  

 

જો કે, નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ  આ બધા દાવાનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે ભારત સરકારે આવી કોઈ સૂચના આપી નથી. તેમણે એમ પણ કહ્યું કે કોઈ પણ એરલાઇન્સને અનૌપચારિક રીતે આવું કરવા કહેવામાં આવ્યું નથી. નોંધનીય છે કે, તાજેતરમાં ચીને ભારતીય નાગરિકોના ચીનમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.  

 

ચીની મુસાફર આ રીતે ભારત આવી રહયાં છે… 

કોરોના વાયરસને કારણે હાલમાં ભારત અને ચીનમાં તમામ પ્રકારની હવાઈ મુસાફરી બંધ છે. વિદેશીઓની મુસાફરીના વર્તમાન નિયમો હેઠળ, ચીની નાગરિકો પહેલા બીજા દેશમાં જાય છે (જ્યાં ભારત પાસે એર બબલ સિસ્ટમ છે) અને ત્યારબાદ ભારતની મુસાફરી કરે છે. આ સિવાય એર બબલ સિસ્ટમનો ઉપયોગ કરી ચીની નાગરિકો વ્યવસાયિક કામ માટે ભારત આવે છે.  સૂત્રોના હવાલાથી જણાયું છે કે ચીની નાગરિકો મોટે ભાગે યુરોપિયન દેશોમાંથી ભારત આવે છે. આ દેશો સાથે ભારતની એર બબલ સિસ્ટમ છે.

 

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version