જમાનો ડિજિટલનો છે. દરેક મહિલા એક યા બીજી રીતે સોશિયલ સાઈટસ્ પર જતી જ હોય છે. મહિલાઓ ને વધુ સક્ષમ બનાવવાના હેતુથી 'મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન ફોર વિમેન એન્ડ રિસ્પોન્સિબલ નેટીઝમ' સંયુક્ત રીતે 'ડિજિટલ સ્ત્રી શક્તિ' ની પહેલ કરી રહ્યું છે, જેનું ઉદ્ઘાટન આવતી કાલે રાજ્ય ના મહિલા અને બાળ વિકાસ મંત્રી કરશે. આ પહેલ અંતર્ગત મુંબઇ સહિત મહારાષ્ટ્રભરના 10 શહેરોની 5000 કોલેજ યુવતીઓને વેબિનાર દ્વારા સાયબર સુરક્ષા, માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવશે.
મોબાઇલ અને ઇન્ટરનેટના વધતા જતા ઉપયોગની સાથે મહિલાઓ વિરુદ્ધ સાયબર ગુનાઓ અને છેતરપિંડી પણ વધી રહી છે. ‘ડિજિટલ વુમન એમ્પાવરમેન્ટ’ ની પહેલ, સાયબરનો સલામત ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે તાલીમ આપવા માટે શરૂ કરવામાં આવી છે. 16 થી 25 વર્ષની વય જૂથની કોલેજ છોકરીઓને ઇન્ટરનેટનો સલામત ઉપયોગ, ગેરવર્તનના કિસ્સામાં કાનૂની મુદ્દાઓ, માનસિક પરિણામો, તકનીકી છેતરપિંડી વગેરે વિશેના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. 100 વેબિનાર ધ્વારા રાજ્યના 10 શહેરોમાંથી 5000 યુવતીઓને ‘સાયબર સખી’ તરીકે તાલીમ આપવામાં આવશે. પછી આ યુવતીઓ બીજી યુવતીઓને તાલીમ આપશે આમ મહિલાઓને પોતાના હકો અને સાવધાનિઓ શીખવાડવામાં આવશે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com