News Continuous Bureau | Mumbai
Digital India State Consultation Workshop: રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ ડિવિઝન (NeGD), ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) દ્વારા ઉત્તર પ્રદેશ સરકાર અને ઉત્તર પ્રદેશ ડેવલપમેન્ટ સિસ્ટમ્સ કોર્પોરેશન લિમિટેડ (UPDESCO)ના સહયોગથી 25 નવેમ્બર, 2024ના રોજ લખનઉમાં ડિજિટલ ઈન્ડિયા સ્ટેટ કન્સલ્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉત્તર પ્રદેશ સરકારના અધિકારીઓએ વર્કશોપમાં ( Digital India State Consultation Workshop ) ભાગ લીધો હતો જેનું ઉદ્ઘાટન ઉત્તર પ્રદેશ સરકારના આઈટી અને ઈલેક્ટ્રોનિક્સ વિભાગના અગ્ર સચિવ શ્રી અનિલ કુમાર સાગર, આઈએએસ અને ઉત્તર પ્રદેશ ઈ-ગવર્નન્સ કેન્દ્રના રાજ્ય સંયોજક સુશ્રી નેહા જૈન, આઈએએસએ કર્યું હતું. કાર્યક્રમમાં NeGDના ડિરેક્ટર શ્રી જે એલ ગુપ્તા, MeitYના વરિષ્ઠ નિયામક (આઈટી), એનઆઈસીના વરિષ્ઠ ડિરેક્ટર (આઈટી) શ્રી હેમંત અરોરા, એસપી (ટેકનિકલ સેવાઓ) શ્રી રઈસ અખ્તર અને UIDAIના ડાયરેક્ટર લેફ્ટનન્ટ કર્નલ (ડૉ.) પ્રવીણ કુમાર સિંહ પણ હાજર રહ્યા હતા.
ઉત્તર પ્રદેશ સરકારના ( UP Government ) IT અને ઇલેક્ટ્રોનિક્સના અગ્ર સચિવ શ્રી અનિલ કુમાર સાગરે તેમના સંબોધનમાં ડેટા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વ પર ભાર મૂક્યો અને રાજ્યને કનેક્ટિવિટીનો લાભ લેવા અને અંતિમ માઇલ સુધી ડિજિટલ પ્રવેશ હાંસલ કરવા માટે સહયોગ કરવા હાકલ કરી હતી. ઉત્તર પ્રદેશ સરકારના આઈટી અને ઈલક્ટ્રોનિક્સના વિશેષ સચિવ સુશ્રી નેહા જૈને કહ્યું કે વર્કશોપ બેજોડ રહ્યું હતું કારણ કે તેમાં માત્ર રાજ્યના અધિકારીઓએ જ નહીં પરંતુ ઈ-ડિસ્ટ્રિક્ટ મેનેજરોએ પણ ભાગ લીધો હતો, જે સુશાસન માટે સહયોગી રીતે પ્રયત્નશીલ હતા.
વર્કશોપમાં સરકારના ફ્લેગશિપ ડિજિટલ ઈન્ડિયા ( Digital India ) પ્રોગ્રામ હેઠળ NeGD દ્વારા શરૂ કરવામાં આવેલી વિવિધ રાષ્ટ્રીય પહેલો જેમ કે ડિજિ લોકર, એન્ટિટી લોકર, એપીઆઈ સેતુ, ઓપનફોર્જ, માયસ્કીમ, ઉમંગ, યૂએક્સ4જી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સાયબર સિક્યુરિટી અને કેપેસિટી બિલ્ડીંગ જેવા મહત્વના ક્ષેત્રો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યએ CM હેલ્પલાઇન (1076) અને IGRS, UIDAI ઇકોસિસ્ટમ તેમજ આધાર પ્રમાણીકરણ સેવાઓ પર ચર્ચાઓ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Gondia Bus Accident PM Modi: PM મોદીએ મહારાષ્ટ્રના ગોંદિયામાં બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ બદલ વ્યક્ત કર્યો શોક, PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની કરી જાહેરાત.
મુખ્ય પ્રસ્તુતિઓ પછી, MeitYના અધિકારીઓ અને ઉત્તર પ્રદેશ સરકાર વચ્ચે રાજ્યમાં e-Gov પ્રોજેક્ટના અમલીકરણમાં આવી રહેલા પડકારો અને મુદ્દાઓ પર ચર્ચા કરવા, આવી બાબતોના નિરાકરણ માટે સૂચનો અને પ્રતિસાદ મેળવવા માટે ખુલ્લી ચર્ચા કરવામાં આવી હતી.
આ વર્કશોપ ડીજીટલ ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળના મુખ્ય પ્રોજેક્ટો વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે NeGD, MeitY દ્વારા આયોજિત પરામર્શ વર્કશોપની શ્રેણીના ભાગ રૂપે યોજવામાં આવી રહ્યો છે, જેનો હેતુ અન્ય બાબતોની સાથે સાથે ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત મુખ્ય પ્રોજેક્ટ્સ માટે જાગરુકતા વધારવી, ડિજિટલ ઈન્ડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે રાજ્ય આઈટી પ્રોજેક્ટ્સ માટેની તકો ઓળખવી, પ્રતિકૃતિ માટે સફળ પ્રોજેક્ટ્સને માન્યતા આપવી, વિચારોના આદાનપ્રદાનની સુવિધા આપવી, જ્ઞાનની વહેંચણી કરવી અને ઉદ્યોગ ભાગીદારીમાં સુવિધા આપવાનો છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.