લોકસભામાંથી સદસ્યતા રદ થયા બાદ હવે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું ઘર પણ છીનવાશે. કોંગ્રેસ નેતા ને સરકાર દ્વારા ફાળવવામાં આવેલ બંગલો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ કહેવામાં આવી રહ્યું છે કે લોકસભામાંથી અયોગ્ય જાહેર થયા બાદ હવે લોકસભા હાઉસિંગ કમિટીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સરકાર દ્વારા ફાળવવામાં આવેલ બંગલો ખાલી કરવાની નોટિસ આપી છે.
રાહુલ ગાંધી દિલ્હીના લ્યુટિયન ઝોનમાં રહે છે
તમને જણાવી દઈએ કે 12, તુઘલક લેન બંગલો 2004માં લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા બાદ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ફાળવવામાં આવ્યો હતો, જે હવે તેમણે ખાલી કરવો પડશે. મળતી માહિતી મુજબ, રાહુલ ગાંધીને 22 એપ્રિલ સુધી બંગલો ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે.
પ્રિયંકા ગાંધીએ પણ બંગલો ખાલી કરવો પડ્યો હતો
આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયના એક અધિકારીએ તાજેતરમાં કહ્યું હતું કે જ્યારથી તેમને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. તેથી તેમને સરકારી આવાસમાં રહેવાનો અધિકાર નથી. નિયમો અનુસાર, તેમણે ગેરલાયકાતના આદેશની તારીખથી એક મહિનાની અંદર પોતાનો સત્તાવાર બંગલો ખાલી કરવો પડશે. નોંધનીય છે કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ જુલાઈ 2020માં લોધી એસ્ટેટ ખાતેનો તેમનો સત્તાવાર બંગલો ખાલી કરવો પડ્યો હતો, કારણ કે સુરક્ષામાં ઘટાડો કર્યા પછી તે તેમના માટે લાયક ન હતા.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર સહિત મુંબઈમાં વધી રહ્યો છે કોરોનાનો ખતરો! પાલિકાએ તાબડતોબ લીધો આ નિર્ણય..
રાહુલ ગાંધી પાસે ઘર નથી
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના રાયપુર અધિવેશનના છેલ્લા દિવસે રાહુલ ગાંધીએ સભાને સંબોધિત કરીને ભાવુક ભાષણ આપ્યું હતું. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે 52 વર્ષ થઈ ગયા છે પરંતુ હજુ પણ મારી પાસે ઘર નથી.